મેમદપુર મુકામે ચૌધરી સમાજ ની વાડી મા પ્રો-કબ્બડી નું આયોજન કરવામાં આવ્યું

મેમદપુર મુકામે ચૌધરી સમાજ ની વાડી મા પ્રો-કબ્બડી નું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં મુખ્ય મહેમાન તરીકે વડગામ તાલુકા પંચાયત ના પ્રમુખ પરથીભાઇ ચૌધરી, ડૉ. કમલેશભાઈ (શૈશવ હોસ્પિટલ પાલનપુર ), મેમદપુર-ગીડાસણ ઝલા ના મંત્રી ધનરાજભાઈ ચૌધરી, મનુભાઈ જેગોડા અને ગામના પ્રતિષ્ઠિત આગેવાનો પણ હજાર રહ્યા હતા 
           આ રમત મા ખુબ દુર દુર ની ટીમો જેવી કે ગાંધીનગર, સોલૈયા, બરોડા, જામનગર, મહેસાણા, ફતેપુરા પિલવાઇ અને આજુબાજુ ના તાલુકા ની અને ગામડાઓ ની પણ ટીમો ને ખેલ મા ભાગ લીધો હતો 
            છેલ્લે આ રમત મા બે ટીમો બચ્ચે  ફાઇનલ યોજાઈ હતી તેમાં  ગોગા ઇલેવન મેમદપુર અને એદ્રાણા ઇલેવન તેમાં ગોગા ઇલેવન મેમદપુર ને 18 પોઈન્ટ  સાથે જીત હાંસલ કરી પ્રવીણભાઈ  ઉપલાણા અને દીપકભાઈ જેગોડા ને  ટ્રોફી અને 10,000 રોકડ ઇનામ પ્રાપ્ત કર્યું હતું.

Post a Comment

0 Comments