બનાસકાંઠાના 6 વર્ષના વર્શિલ કંકોડિયાનો રાષ્ટ્રીય રેકોર્ડ: 16 મિનિટ 48 સેકન્ડમાં 1થી 65 સુધીના ઘડિયા બોલી રચ્યો ઇતિહાસ
વડગામ તાલુકાના લીંબોઈ ગામની ગેલેક્સી સ્કૂલના ધોરણના વિદ્યાર્થી વર્શિલ જુગરભાઈ કંકોડિયાએ નાની ઉંમરે અસાધારણ સિદ્ધિ મેળવી બનાસકાંઠા જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. માત્ર 6 વર્ષની ઉંમરે 1થી 65 સુધીના ઘડિયા 16 મિનિટ અને 48 સેકન્ડમાં બોલીને તેણે India Book of Records માં નેશનલ રેકોર્ડ નોંધાવ્યો છે.
બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના લીંબોઈ ગામે આવેલી ગેલેક્સી સ્કૂલમાં અભ્યાસ કરતા વર્શિલ જુગરભાઈ કંકોડિયાએ પોતાની યાદશક્તિ, ગણિત પ્રત્યેની રૂચિ અને અસાધારણ પ્રતિભાના બળે આ સિદ્ધિ હાંસલ કરી છે. તેની આ સિદ્ધિને India Book of Records દ્વારા સત્તાવાર મંજૂરી (Approved) આપવામાં આવી છે.
16 મિનિટ અને 48 સેકન્ડમાં 1થી 65 સુધીના ઘડિયા
વર્શિલે કોઈ ચાર્ટ, પુસ્તક કે અન્ય કોઈ સહાય વિના 1થી 65 સુધીના અઘરા ઘડિયા માત્ર 16 મિનિટ અને 48 સેકન્ડમાં બોલી બતાવ્યા હતા. તેની આ અદભુત યાદશક્તિ અને ગણિતની આવડતને ધ્યાનમાં રાખીને India Book of Records દ્વારા તેની સિદ્ધિને નેશનલ રેકોર્ડ તરીકે માન્યતા આપવામાં આવી છે.
માત્ર 6 વર્ષની ઉંમરે આટલી મોટી સિદ્ધિ મેળવવી એ ખરેખર પ્રશંસનીય બાબત છે. સામાન્ય રીતે બાળકો માટે 1થી 20 સુધીના ઘડિયા યાદ રાખવા પણ પડકારરૂપ હોય છે, ત્યારે વર્શિલે 1થી 65 સુધીના ઘડિયા બોલીને પોતાની અસાધારણ ક્ષમતા સાબિત કરી છે.
ગેલેક્સી સ્કૂલ અને પરિવારનું ગૌરવ વધાર્યું
વર્શિલની આ સિદ્ધિ પાછળ તેના પરિવારનો સહયોગ અને ગેલેક્સી સ્કૂલના માર્ગદર્શનનો મહત્વનો ફાળો રહ્યો છે. ગેલેક્સી સ્કૂલના સંચાલક શ્રી કાનજીભાઈ ચૌધરીના જણાવ્યા અનુસાર, ગ્રામ્ય વિસ્તારનાં બાળકોમાં પણ અદભુત પ્રતિભા અને શક્તિ રહેલી છે. યોગ્ય માર્ગદર્શન, પ્રોત્સાહન અને તક મળે તો ગામડાંનાં બાળકો પણ રાષ્ટ્રીય સ્તરે પોતાની પ્રતિભા સાબિત કરી શકે છે.
વર્શિલની આ સિદ્ધિ બદલ તેને દિલ્હીથી ગોલ્ડ મેડલ અને પ્રમાણપત્ર મળ્યાં બાદ વડગામ ખાતે ભવ્ય વિજયોત્સવ અને સન્માન સમારોહ યોજવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે ગામના આગેવાનો, વાલીઓ, શિક્ષણજગતના પ્રતિનિધિઓ અને શાળા પરિવાર દ્વારા વર્શિલનું સન્માન કરવામાં આવશે.
ગ્રામ્ય વિસ્તારનાં બાળકો માટે પ્રેરણારૂપ સિદ્ધિ
વર્શિલની આ સફળતા માત્ર તેના પરિવાર કે શાળા પૂરતી મર્યાદિત નથી, પરંતુ સમગ્ર બનાસકાંઠા જિલ્લા અને ગ્રામ્ય વિસ્તાર માટે ગૌરવની વાત છે. આ સિદ્ધિથી અન્ય વિદ્યાર્થીઓને પણ અભ્યાસ, ગણિત અને પોતાની પ્રતિભા વિકસાવવા માટે પ્રેરણા મળશે.
નાની ઉંમરે મોટી સિદ્ધિ હાંસલ કરનાર વર્શિલ જુગરભાઈ કંકોડિયા, તેમના પિતા જુગરભાઈ કંકોડિયા તથા સમગ્ર ગેલેક્સી સ્કૂલ પરિવારને ખૂબ ખૂબ અભિનંદન અને ઉજ્જવળ ભવિષ્ય માટે હાર્દિક શુભેચ્છાઓ.
ખરેખર, પ્રતિભા કોઈ શહેર કે ગામની મોહતાજ નથી; યોગ્ય તક અને માર્ગદર્શન મળે તો ગ્રામ્ય વિસ્તારનાં બાળકો પણ રાષ્ટ્રીય સ્તરે પોતાનું નામ રોશન કરી શકે છે.varshil-kankodiya-india-book-of-records-national-record










