પાલનપુર ના ગોળા ગામની અયમન મનસુરી ઈસરો માં આસિસ્ટન્ટ સાયન્ટિસ્ટ તરીકે પસંદ થઈ


આજે ગોળા ગામ ની વિનય વિદ્યા મંદિર ગોળા માં ભણેલી દીકરી અયમન આરીફ ભાઈ મન્સુરી  ભારતીય અવકાશ સંશોધન સંગઠન (ISRO) માં બનાસકાંઠા માં પ્રથમ અને ગુજરાત માં ત્રીજા નંબરે આવી અમદાવાદ માં આસિસ્ટન્ટ સાયન્ટિસ્ટ તરીકે પસંદ થઇ એ બદલ ગોળા સ્કૂલ ખાતે અયમન આરિફ ભાઈ મન્સુરી ના વરદ હસ્તે ધ્વજ વંદન યોજાયો અને એ સાથે સમગ્ર ગોળા માં ડીજે સાથે રેલી યોજાઈ, દરેક સમાજો  એ દીકરી નું ફૂલહાર થી સ્વાગત કર્યું




બનાસકાંઠા નું  જિલ્લાના ગોળા ગામની વિનય વિધા મંદિર માં અભ્યાસ કરેલ અયમન મન્સૂરીએ ગામની વિનય વિદ્યામંદિર શાળામાં ધોરણ 1 થી 12 સુધી સાયન્સમાં અભ્યાસ કર્યો છે. જે બાદ તેને પાલનપુરથી કોલેજ પૂર્ણ કરી. કોલેજના બીજા વર્ષમાં જ તેને ઈસરો દ્વારા લેવાયેલી પરીક્ષા આપીને બનાસકાંઠા જિલ્લામાં પ્રથમ નંબરે પાસ થઈ હતી. અને ગુજરાતમાં ત્રીજો નંબર પ્રાપ્ત કર્યો હતો. જે બાદ તે ટ્રેનિંગ માટે પહોંચી હતી. ટ્રેનિંગ દરમિયાન અલગ અલગ વૈજ્ઞાનિકો સાથે મળીને ત્યાં પણ એક પ્રોજેક્ટ તૈયાર કર્યો. જેમાં તેનું સિલેક્શન થયું. જેના આધારે ફરી પરીક્ષા આપેલા પરીક્ષા (Exam) માં સિલેક્શન (Selection) થતાં અત્યારે તે ઈસરો અમદાવાદ ખાતે આસિસ્ટન્ટ વૈજ્ઞાનિક તરીકે પસંદગી પામી છે. તેણીએ ગામ અને શાળા અને જિલ્લા નું નામ રોશન કરનાર શાળા ના પૂર્વ વિદ્યાર્થિનીના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું અને ગામ અને શાળા દ્વારા સન્માનીત કરવામાં આવી.અને ગામ માં અયમાન મન્સૂરી નુ રેલી કાઢી લોકોએ ફુલહાર કરી સ્વાગતા કરી સન્માન કરેલ.


Post a Comment

0 Comments