STEM ક્વિઝમાં પાલનપુર તાલુકાની ગૌરવપૂર્ણ સિદ્ધિ નવાબસાહેબશ્રી તાલેમોહમ્મદખાનજી શૈક્ષણિક સંકુલના બે વિધાર્થીઓ સમર્ગ તાલુકામાંથી રાજ્યકક્ષાએ પસંદગી પામ્યા.






      વિજ્ઞાન, ટેકનોલોજી, ઇન્જિનિયરિંગ અને ગણિત (STEM) આધારિત નેશનલ STEM ક્વિઝ 4.0 માં 10,000થી વધુ વિદ્યાર્થીઓમાંથી પાલનપુર તાલુકામાંથી માત્ર 2 વિદ્યાર્થીઓની પસંદગી થઈ, અને આ બન્ને વિદ્યાર્થીઓ TSJ Scholar પાલનપુરના હોવું ગૌરવની બાબત છે.
     આ સિદ્ધિ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓમાં રુસદા ઇસ્માઇલખાન પઠાણ અને સઈલા મો. સાકિર વોહરા નો સમાવેશ થાય છે.બન્ને વિદ્યાર્થીઓએ તાલુકા સ્તરે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને રાજ્ય સ્તરની સ્પર્ધા માટે પસંદગી મેળવી છે. આ સ્પર્ધાત્મક પરીક્ષા વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ (DST), ગુજરાત સરકારના માર્ગદર્શન હેઠળ STEM (Science, Technology, Engineering & Mathematics) વિષયો પર આધારિત હતી અને તેની ઝોનલ રાઉન્ડ સ્પર્ધા તાજેતરમાં યોજાઈ હતી.

   વિદ્યાર્થીઓની આ સફળતા તેમની અવિરત મહેનત,શિક્ષકોના યોગ્ય માર્ગદર્શન અને TSJ Scholar, પાલનપુર ના મજબૂત શૈક્ષણિક વાતાવરણનું ઉત્તમ પ્રતિબિંબ છે.

        હાર્દિક અભિનંદન અને રાજ્ય સ્તરે પણ ઉજ્જવળ સફળતા માટે શુભકામનાઓ. 🌼

Scholar HopeCrop

Learning Today Leading Tomorrow

Post a Comment

0 Comments