ધોરણ 10/12 માર્ચ પરીક્ષા કાર્યક્રમ અને સંપૂર્ણ માર્ગદર્શન 2026

GSEB SSC & HSC પરીક્ષા કાર્યક્રમ 2026 | ધોરણ 10 અને 12 સત્તાવાર ટાઈમટેબલ

ગુજરાત બોર્ડ SSC & HSC મુખ્ય પરીક્ષા કાર્યક્રમ 2026

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા જાહેર કરાયેલ સત્તાવાર કાર્યક્રમ નીચે આપવામાં આવે છે.

ધોરણ 10 (SSC) પરીક્ષા કાર્યક્રમ 2026

તારીખવારવિષયસમય
26-02-2026ગુરુવારપ્રથમ ભાષા વિષયો10:00 – 01:15
28-02-2026શનિવારવિજ્ઞાન10:00 – 01:15
06-03-2026શુક્રવારબેઝિક ગણિત10:00 – 01:15
09-03-2026સોમવારસ્ટાન્ડર્ડ ગણિત10:00 – 01:15
11-03-2026બુધવારઅંગ્રેજી (દ્વિતીય ભાષા)10:00 – 01:15
13-03-2026શુક્રવારગુજરાતી (દ્વિતીય ભાષા)10:00 – 01:15
18-03-2026બુધવારસામાજિક વિજ્ઞાન10:00 – 01:15

ધોરણ 12 (HSC) સામાન્ય પ્રવાહ કાર્યક્રમ 2026

તારીખવારવિષયસમય
26-02-2026ગુરુવારપ્રથમ ભાષા10:30 – 01:45
27-02-2026શુક્રવારવિજ્ઞાન પ્રવાહ વિષયો03:00 – 06:15
05-03-2026ગુરુવારગણિત / વિષય03:00 – 06:15
09-03-2026સોમવારરાજ્યશાસ્ત્ર03:00 – 06:15
14-03-2026શનિવારસામાજિક વિજ્ઞાન03:00 – 06:15
18-03-2026બુધવારઇતિહાસ03:00 – 06:15
આખા વર્ષની અથાક મહેનત વડે જે બધું ભણ્યા એ બધું જ પરીક્ષાખંડમાં યાદ આવતું જાય અને તમારી પેન સડસડાટ ચાલે. પેપરો સારા જાય અને માતાપિતાની અપેક્ષાઓ પૂર્ણ થાય એવી તમામ પરીક્ષાર્થીઓને ખુબ હાર્દિક શુભેચ્છાઓ ✍️

બોર્ડ પરીક્ષા દરમિયાન ધ્યાનમાં રાખવાના અગત્યના મુદ્દાઓ

  1. દ્રઢ વિશ્વાસ અને સકારાત્મક વિચારો જાળવી રાખો.
  2. હોલ ટિકિટ અને ઝેરોક્ષ સાથે રાખો.
  3. કાંડા ઘડિયાળ લઇ જાઓ.
  4. ઘરેથી પાણી પીને નીકળો.
  5. ખોરાકમાં ધ્યાન રાખો.
  6. બિનજરૂરી ફરવાનું ટાળો.
  7. ટ્રાફિક ટાળવા વહેલા નીકળો.
  8. પરીક્ષા કેન્દ્ર અગાઉ જોઈ લો.
  9. પ્રતિબંધિત સામગ્રી ન લઇ જવી.
  10. Exam પેડ અને સારા સાધનો રાખો.
  11. પ્રશ્નપત્ર સંપૂર્ણ વાંચો.
  12. આવડતા પ્રશ્ન પહેલા લખો.
  13. Superviser ની સૂચનાઓનું પાલન કરો.
  14. જવાબવહીમાં ચિન્હ ન કરો.
  15. અફવાઓથી દૂર રહો.
  16. ગયા પેપરની ચર્ચા ન કરો.
  17. આત્મવિશ્વાસથી પરીક્ષા આપો.
  18. પરિણામ હંમેશા તમારી બાજુમાં છે.

અંતિમ સંદેશ

આ સમય ખુબ જ મહત્વપૂર્ણ છે. પેપર વિશે અનાવશ્યક ચિંતા ન કરો. જે દિવસનું પેપર હોય તે પર ધ્યાન આપો. શ્રેષ્ઠ પ્રયાસ જરૂર સફળતા અપાવશે.

Post a Comment

0 Comments