વડગામ તાલુકા પંચાયતમાં પ્રમુખ તરીકે ભાજપ ના ચૌધરી અનુબેન કેસરભાઈ ચૂંટાય આવ્યા.

આજ રોજ વડગામ તાલુકા ની તાલુકા પંચાયત ની ચૂંટણી યોજાઈ હતી જેમાં ૨૮ સીટો છે તે પૈકી ભાજપ પાસે ૧૩ ઉમેદવારો અને અપક્ષ પાસે ૧ ઉમેદવાર અને કોંગ્રેસ પાસે ૧૪ ઉમેદવાર વિજેતા થયેલ હતા પણ આજે તાલુકા પ્રમુખ અને ઉપપ્રમુખ ની ચૂંટણી યોજાઈ જેમાં એક કોંગ્રેસ અને એક અપક્ષે ભાજપને ટેકો આપતાં ભાજપે ૧ મત થી મગરવાડા સીટ પર બિનહરીફ વિજેતા થયેલા ભાજપ ના તાલુકા પંચાયત સદસ્ય ચૌધરી અનુબેન કેસરભાઈ પ્રમુખ તરીકે ચૂંટાય આવેલ છે અને જલોત્રા સીટ પર વિજેતા થયેલા તાલુકા પંચાયત સદસ્ય રધાભાઈ બાબુભાઈ બેઘડીયા ઉપપ્રમુખ તરીકે ચૂંટાયા છે.




 

Post a Comment

0 Comments