નવગુજરાત એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી પીજી દોશી હાઇસ્કુલ અને હાયર સેકન્ડરી સ્કૂલ મોરિયા તથા બીપી દોશી પ્રાથમિક શાળા પરિવાર દ્વારા 80 માં સ્વાતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી.

આજ રોજ નવગુજરાત એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી પીજી દોશી હાઇસ્કુલ અને હાયર સેકન્ડરી સ્કૂલ મોરિયા તથા બીપી દોશી પ્રાથમિક શાળા પરિવાર દ્વારા 80 માં સ્વાતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી આ પ્રસંગે શાળાના ટ્રસ્ટી શ્રી અલીભાઈ એ બિહારી સાહેબ, ટ્રસ્ટીશ્રી  અશ્વિનભાઈ એસ દોશી, ટ્રસ્ટી શ્રી શામજીભાઈ એમ ચૌધરી,પૂર્વ આચાર્યશ્રી ફતાજી  આર ઠાકોર , મોરિયા  તથા અન્ય ગામના ગ્રામજનો, તેમજ વાલીઓ ઉપસ્થિત રહ્યા.
    આ સ્વાતંત્ર દિવસે  શાળાના પૂર્વ ટ્રસ્ટી તેમજ વીસી મહેતા છાત્રાલના દાતાશ્રી પ્રવીણભાઈ સી મહેતા ના હસ્તે ધ્વજ ફરકાવવામાં આવ્યો. તેમજ શાળાના ટ્રસ્ટીશ્રી અશ્વિનભાઈ એસ  દોશી દ્વારા વિદ્યાર્થીઓને સ્વચ્છ ભારત  અભિયાન અંતર્ગત મારું ગામ તેમજ મારી શાળા સ્વચ્છ રહે તે માટે વિદ્યાર્થીઓને સંકલ્પ લેવડાવ્યો.
  આ પ્રસંગે શાળાના આચાર્યશ્રી દ્વારા શાળામાં વિદ્યાર્થીઓને માત્ર પુસ્તકનું જ્ઞાન જ નહીં પણ સાથે સંસ્કાર અને જીવન મૂલ્યો આધારિત શિક્ષણ દ્વારા આજના વિદ્યાર્થીઓ આવનારા ભવિષ્યમાં વિકસિત ભારત બનાવવા માટે મદદરૂપ થઈ શકે તે અંગેની સંકલ્પના રજૂ કરવામાં આવી. અને વિદ્યાર્થીઓને મોબાઇલ નહીં પણ પુસ્તકો આપો તેમ જ ફરિયાદ નહીં પણ સંવાદ કરો તેમજ સ્વાર્થ નહીં પણ સેવા કરો ના ભાવ સાથે યોગ્ય વિચારો રજૂ કરવામાં આવ્યા.
      આ પ્રસંગે કાયમી બુંદીના દાતાશ્રી નટુભાઈ પી દોશી  તેમજ અલીભાઇ એ બિહારી સાહેબ ના હસ્તે નાના ભૂલકાઓને પ્રસાદ આપી 80 મા સ્વાતંત્ર દિનની શુભેચ્છાઓ પાઠવી.
        આ પ્રસંગે ઉપસ્થિત મહેમાન શ્રીઓ ગ્રામજનો તથા શ્રી પી જી દોશી હાઈસ્કૂલ અને બીપી દોશી પ્રાથમિક શાળા ના સ્ટાફ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું.

Post a Comment

0 Comments