૨૭ પરગણા વણકર સમાજ દ્વારા તૃતીય સમૂહ લગ્નોત્સ યોજાયો.









આજરોજ શ્રી ૨૭ પરગણા વણકર સમાજ દ્વારા આયોજિત તૃતીય સમૂહ લગ્નોત્સવના પ્રસંગે હિંમતનગરના લોકપ્રિય ધારાસભ્ય શ્રી વિ.ડી.ઝાલા સાહેબ ઉપસ્થિત રહી નવ દંપતીઓને આશીર્વાદ આપી તેમના સુખી,સમૃદ્ધ અને મંગલમય દાંપત્ય જીવન માટે હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી.

આ પ્રસંગે ધારાસભ્યશ્રીએ સમૂહ લગ્નોત્સવ જેવી સમાજલક્ષી પ્રવૃત્તિઓને સમાજની પ્રગતિ માટે મહત્વપૂર્ણ ગણાવી,સમાજમાં સદભાવ,સમરસતા અને સહકારની ભાવના વધુ મજબૂત થાય તેવી શુભકામનાઓ વ્યક્ત કરી હતી.

આ પ્રસંગે ૨૭ પરગણાના પ્રમુખ,પૂર્વ ધારાસભ્ય (વડગામ) શ્રી મણીભાઈ વાઘેલા,પૂર્વ ધારાસભ્ય શ્રી મહેન્દ્રસિંહ બારૈયા,બક્ષીપંચ મોરચાના જિલ્લા પ્રમુખ શ્રી રાજુભાઈ પંચાલ,નાગરિક સહકારી બેંક ડિરેક્ટર શ્રી શશીકાન્તભાઈ સોલંકી,શ્રી વીર બાવજી વીરેશ્વર મહાદેવ મંદિર (વાવ),વિધાનસભા અઘ્યક્ષ ના પી.એ શ્રી નારણભાઇ,UGVCL (મહેસાણા) ના અધિક મુખ્ય ઈજનેર શ્રી ગીરીશભાઈ ધનુલા,શ્રી જસવંતલાલ શાહ,શ્રી જયેશભાઈ વાઘેલા,શ્રી નરેશભાઈ પરમાર ઉપસ્થિત રહ્યા હતા.

આ ઉપરાંત સમૂહ લગ્નોત્સવ સમિતિના પ્રમુખ શ્રી મનહરભાઈ સોલંકી,મંત્રી શ્રી સુરેશભાઈ વાઘેલા,ખજાનચી શ્રી ડાહ્યાભાઈ સોલંકી સહિત સમિતિના કારોબારી સભ્યો,સલાહકાર સમિતિના સભ્યો,સમાજના દાતાશ્રીઓ તથા  સમાજના રાજકીય અને સામાજિક આગેવાનો સહિત મોટી સંખ્યામાં સગા-સંબંધીઓ હાજર રહ્યા હતા.

Post a Comment

0 Comments