દુઆ મુરશદની




દુઆ મુરશદની
કરી જાએ જો કામ દુઆ મુરશદની,
તો ફળે ઈચ્છા આ દુઆ મુરશદની,
કહ્યુજો કરે મહેદવી સમાજ સઘળો,
લાગે ગુનાહ પર લગામ દુઆ મુરશદની,
હજ કરો જીયારત કરો રાખો રમઝાને રોઝા,
નમાઝ પઢો તમામ દુઆ મુરશદની,
અમી જો નજર થઈ જાએ અલ્લાહની
તો મુરીદો પીવે જામ દુવા મુરશદની
એજ નુર ચમકતુ એજ આંખે પ્રેમ,
પહોંચે ગામે ગામ દુઆ મુરશદની,
વહી જાએ આ બધુ આ જીભેથી જુઠ ‘’ રિયાઝ’’
ને રહે અલ્લાહનુ નામ દુઆ મુરશદની,

     રચના- મીર રિયાઝ (ભલગામ)

Post a Comment

0 Comments