Ad Code

ઈસ્લામી મેહદવીયા દીની મજલિસ - જૂની નગરી(પિલુચા) ગામે 09-11-2025 એ આયોજન થનાર છે.

*🌸600મી  મીલાદે ઇમામુના મોહમ્મદ મેહદી યે મૌઊદ(અસ.)🌸*


*ઈસ્લામી મેહદવીયા દીની મજલિસ - જૂની નગરી(પિલુચા) તારીખઃ 09-11-2025 સમયઃ 09:45 AM થી 04:00 PM*

અસ્સલામુ અલૈકુમ

અઊઝુબિલ્લાહીમિનશ્શયતાનિર્રજીમ
બિસ્મીલ્લાહિર્રહમાનિર્રહીમ

અલ્લાહ તઆલા કુરઆને મજીદમાં ફરમાવે છે કે…. 

فَإِنْ حَاجُّوكَ فَقُلْ أَسْلَمْتُ وَجْهِيَ لِلَّهِ وَمَنِ اتَّبَعَنِ ۗ 

*તરજુમા :- જો આ લોકો આપથી થી ઝગડવા લાગે. તો‌ આપ કહીદો કે, મે તો પોતાનો ચહેરો અલ્લાહ ની સામે ઝુકાવી દીધો છે  અને તેઓએ પણ જેમણે મારું અનુસરણ કર્યું.(એટલે કે મેહદી (અસ) એ પણ) (03:20)*

આમ અલ્લાહતઆલાએ કુરઆને મજીદમાં સ્પષ્ટ રીતે હઝરત રસૂલે ખુદા (સઅવ.) ને હુકમ આપ્યો છે માટે આપણા સૌની નૈતિક ફરજ છે કે શક્ય એટલી કોશિષ કરી અલ્લાહના દીનની ઇસ્લામ વ મેહદવીયત ની હકીકત અને ખુબીઓથી તમામ લોકોને માહિતગાર કરીએ તથા આપણે પોતે પણ તે પવિત્ર તાલીમ ને સાંભળી સમજી અને અમલ કરીએ કે હકિકત માં હઝરત મેહદી(અસ.) એ આપણને શું તાલીમ આપી અને કયા અમલ થી રોક્યા? તે સમજી જાણી અને અમલ કરીએ જેથી આપણે દીનો-દુનિયા માં કામયાબ થઈ શકીએ...

આમ આ રૂહાની મજલિસ નું આયોજન સૌ પ્રથમ ગામ ચિત્રાસણી પછી મોજે મોરીયા નાગલ અને હવે ખાસ મેહદી(અસ) ની *600મી મીલાદ મુબારક ની ઉજવણી ગામ જૂની નગરી(પિલુચા) ખાતે* આપણા પીરો મુરશિદોની રાહબરી હેઠળ તથા ઉત્તર ગુજરાતના તમામ મેહદવી સમાજોના સાથ સહકારથી આ મુબારક આયોજન કરવામાં આવેલ છે, જેમાં આપ તમામ ભાઈઓને સામેલ થવા ખાસ ગુઝારિશ છે, જેનો વિગતવાર પ્રોગ્રામ નીચે મુજબ છે. 

*પ્રોગ્રામ તારીખ ૦૯-૧૧-૨૦૨૫ રવિવાર*

*10:05 AM* - કુરઆને પાકની તિલાવત:  -  *હાફિઝે કુર્આન જનાબ બિહારી ફિરદોસખાન  સાહબ*

*10:15 AM* - ઈસ્તેકબાલ (સ્વાગત) બયાન: - *પીરો મુરર્શિદ સૈયદ અતન ખુંદમીરી સાહબ એહલે પાલનપુર*

*10:30 AM* - બયાન: ઇસ્લામ કી બુનિયાદે ઔર મેહદવીયત 
 *જનાબ સૈયદ યૂસુફ તજમ્મુલ ખુંદમીરી  સાહબ એહલે હૈદરાબાદ*

*12:00 PM* - બયાન:  કયા સૈયદ મોહમ્મદ જોનપૂરી હી મહેદી યે મૌઊદ(અ.સ) હૈ?
*હઝરત પીરો મુરશિદ સૈયદ મુસ્તફા મુબારક મિયાં યદુલ્લાહી સાહબ એહલે બરોડા*

*12:45 PM થી 01:45 PM* - અલ્લાહદિયા દાવતે તઆમ

*02:00 PM* - નમાઝે ઝોહર બા-જમાઅત અદા કરવામાં આવશે. ઇન્શાઅલ્લાહ

*02:15 PM* -  બયાનઃ મઝહબે મા કિતાબુલ્લાહ વ ઇત્તેબા એ મોહમ્મદુર રસુલુલ્લાહ (સઅવ.) - *અફઝલુલ ઉલેમા હઝરત પીરો મુરશિદ સૈયદ તાસીન આગા અર્શી ખુંદમીરી સાહબ એહલે બેંગ્લોર*

*03:45 PM* - તમામ મુરશિદીને કિરામ તથા આયોજક કમિટી વતી શુક્રિયાહ બયાન - *હઝરત પીરો મુરશિદ સૈયદ ઇનાયતુલ્લાહમિયાં સાહબ*

*04:00 PM* - અલ્લાહદિયા ચાય તકસીમ કરવામાં આવશે ત્યારબાદ તસ્બીહ કહેવામાં આવશે અને પછી આપણે સૌ વિદાય લઈશું. 
ઈન્શાઅલ્લાહ.

(ઉપરોક્ત તમામ સમય અંદાજિત હોઈ તેમાં સમયસંજોગો પ્રમાણે ફેરફાર થઈ શકે છે.)

*ખાસ વિનંતી*

1. આ 600મી મીલાદે મેહદી(અસ.) ની મજલીસ આપણા સૌ મેહદવીઓ નું મુબારક પ્રસંગ છે માટે તા. ૦૯/૧૧/૨૦૨૫  રવિવાર ના રોજ પોતાના ઘરે કોઈ પ્રસંગ કરશો નહીં અને મજલીસ માં હાજરી આપી હઝરત મેહદી (અસ.) નું ફૈઝ અને નઝર તથા દુઆ ના હકદાર બનશો...
2. આ મુબારક 600મી મીલાદે મહેદી (અસ.) ની મજલિસ માટે ખાસ  હઝરત પીરો મુરશિદ સૈયદ મુસ્તફા મુબારક મિયાં સાહબ યદુલ્લાહી એહલે બરોડા તથા હઝરત પીરો મુરશિદ સૈયદ તાસીન આગા અર્શી ખુંદમીરી સાહબ એહલે બેંગ્લોર તથા જનાબ સૈયદ યૂસુફ તજમ્મુલ મિયાં સાહબ ખુંદમીરી એહલે હૈદરાબાદ તેમની ખુબજ વ્યસ્તતા હોવા છતાં પધારવાના હોઈ આપણે આ અમૂલ્ય તક ચુકવી જોઈએ નહીં માટે આપ તમામને આ મજલિસમાં અચૂક હાજર રહેવા ગુઝારિશ  છે. 
3. આ મજલિસની વ્યવસ્થા તથા કામકાજ માટે વોલેન્ટિયર્સની ખાસ જરુર હોઈ જે ભાઈઓ આ નેક કામમાં ખિદમત આપવા માંગતા હોય તો તેમણે ફકીર સૈયદ અતન ખુંદમીરી સાહેબનો 8460686126 નંબર પર સંપર્ક કરવો.
4. આ મજલિસ માટે જે ભાઈઓ અલ્લાહદિયા મદદ કરવા માંગતા હોય તો તેઓ પોતપોતાના ગામ થી લોકોને મજલિસ મુકામ જૂની નગરી (પિલુચા) સુધી લેવા મૂકવા માટે વાહનોની વ્યવ્સ્થા કરી આ સવાબના કામમાં જોડાઈ શકે છે. આ માટે સ્થાનિક લેવલે પોતાના ગામમાં ચર્ચા કરીને વ્યવસ્થા ગોઠવી શકાય.

આખરમાં દુઆ કે અલ્લાહતઆલા આપણા સૌને દીન-મઝહબની સાચી સમજ તથા ઈમાનની દોલત નસીબ ફરમાવે તથા આખેરતમાં કામયાબી અતા ફરમાવે, આમીન યા રબ!

ઇન્શાઅલ્લાહ.

Post a Comment

0 Comments


Contect Admin

Harunkhan Bihari :- +919909575317

Contact form

Name

Email *

Message *