મહેસાણા જિલ્લા ના ખેરાલુ તાલુકાના ડભાડ ગામે હનુમાનજી ના મંદિરે એકતા ના સ્વરૂપે તત્કાલીન સરપંચ શ્રી ઠાકોર સાહેબશ્રી અહેમદખાનજી હાથીખાનજી ના સાનિધ્ય માં ડભાડ ગામના તમામ લોકોના સાથ સહકારથી આસો સુદ અગિયારસ તા.06/10/1965 થી આ લોકમેળા ની શરૂઆત કરવામાં આવેલ છે, જે આજ દિન સુધી દર વર્ષે ધામધૂમ થી ભારે જનમેદની આ મેળામાં ઉમટી પડી કોમી એકતાની મિશાલ પૂરી પાડે છે. મેળા દરમિયાન વિવિધ ખાણી પીણી , રમકડા , મનોરંજન ની વગેરે સ્ટોલ લાગે છે, આ મેળા માં હિન્દુ મુસ્લિમ કોમી એકતાનું પ્રતીક સમાન હોવાથી સર્વ ધર્મ ના લોકો ઉત્સાહ થી આજુબાજુ ના ગામડો થીં પણ આ મેળો મ્હાલવા આવે છે આ મેળો સાંજ ના સમય થી રાત્રિ ના 9.00 વાગ્યા સુધી જ ભરાયેલો રહે છે જે મેળો દર વર્ષે ની જેમ આ વર્ષે પણ યોજાયો છે.
આ ગામના હનુમાનજીના મંદિર માં ગામના અન્ય દાતાશ્રીઓએ ખૂબ સારું યોગદાન આપેલ છે અને મંદિર માં પણ ખૂબ સારી વ્યવસ્થાઓ કરવામાં આવેલી જેથી આવનાર દર્શારથી ઘડી બે ઘડી દર્શનની સાથે સાથે આનંદ માણી શકે તેવી વ્યવસ્થાઓ પણ છે.
0 Comments
Thank you for visiting our blog and Comments.