આજ તાં.02/11/2025 ના રોજ જાગીરદાર કબીલા ના 12 માં સમૂહલગ્નોત્સવ યોજવામાં આવેલ આ સમૂહ લગ્ન માં તા. 01/11/2025 રોજ નિકાહ કરવા માં આવેલ જે આ તારીખે સવારે દુલ્હા દુલ્હનોને નિકાહ કરીને ચા- નાસ્તો કરાવીને વિદાય આપવામાં આવેલ તે બાદ બીજા દિવસે તા.02/11/2025 સમૂહ વલીમાં નું આયોજન થયેલ તે પ્રસંગે સમાજના બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહેલ.
        સમૂહલગ્નોત્સવ ના યજમાન મેપડા ગામ ના મુશર્રફખાન નથ્થેખાન બિહારી દ્વારા ભોજન અને મંડપ નો ખર્ચ ઉઠાવવામાં આવેલ તે સિવાય ની તિજોરી / પલંગ પથારી ટ્રસ્ટ દ્વારા આપવામાં આવેલ તે સિવાય ની વસ્તુઓ સમાજના દાતાઓ દ્વારા દીકરીઓને આપવામાં આવેલ છે. આ સમૂહ લગ્ન માં 7 (સાત) જોડકાંઓ ના નિકાહ કરવામાં આવેલ છે. 
            આ સમૂહ લગ્ન મેપડા ગામે યોજાયેલ હોય સમસ્ત મેપડા ગામ ભાઈપા દ્વારા રૂ.111111/- રૂ. ફંડ સમૂહ લગ્ન ફંડમાં આપવામાં આવેલ છે. 
          સમૂહ લગ્ન પ્રસંગે કબીલા ના લોકોને અનુકૂળ રહે તેવી વ્યવસ્થાઓ અને દુર્લભ ડેકોરેશન સાથે મંડપ બાંધી સ્થળ આકર્ષણ નું કેન્દ્ર બની ચૂક્યું હતું.
             આ 12 માં સમૂહ લગ્ન માં આજ દિન સુધી સૌથી વધુ સંખ્યા માં લોકો સમૂહ લગ્ન કમિટી ના આમંત્રણ નું માન રાખી ને ઉપસ્થિત રહ્યા હતા,આ સમૂહ લગ્ન ના સમય દરમિયાન કમોસમી વરસાદ હતો તેવી સંકટ ની પરિસ્થિતિ માં દાતા શ્રી અને મંડપ સ્ટાફ અને કબીલાના ભાઈઓ, યુવાઓ, વડીલો, બહેનો એ ખૂબ જ જહેમતભર્યું કામ કરી આ 12 સમૂહ લગ્ન ને સફળતા પૂર્વક સંપન્ન કરવામાં આવેલ છે. 





1 Comments
Nice
ReplyDeleteThank you for visiting our blog and Comments.