Ad Code

ચલો તો કાલે મળીએ ગાંધીનગર..... SSD

ચલો તો કાલે મળીએ ગાંધીનગર.....



સ્વયંમ સૈનિક દળ દ્વારા  બાબા સાહેબ આંબેડકરના 132 મા જન્મ દિવસે અગાઉથી ઘોષિત કાર્યક્રમ મુજબ રાષ્ટ્રીય કાર્યક્રમ ગાંધીનગર ખાતે  થવા જઈ રહેલ છે. જેમા ભારતભરના અનેક રાજય માં થી તેમજ ગુજરાત ભર માં થી ભંતેજીઓ(બૌધ સાધુ), પત્રકારો, અને સ્વયંમ સૈનિક દળના સૈનિકો અને પ્રજાજનો આશરે 5 લાખ લોકો આવશે..

   જેમા સવારે 9.00 વાગે જીલ્લાવાર ડીજે અને ટેબ્લો સાથે વાહનોમા મહા રેલી અડાલજ પુલથી નીકળી ( ઉત્તર ગુજરાત ત્રિ મંદિર, અડાલજથી ) સરખેજ-ગાંધીનગર હાઈવેથી ઘ-0 થી ઘ-3, ત્યાથી ચ-3 જવાના રસ્તે રામકથા મેદાને બધા ઉતરી જશે અને વાહનો પાર્કીગ મેદાનમા જશે.

     રામકથા મેદાનેથી પગપાળા ચ-3 થઈ બાબા સાહેબના સ્ટેચ્યુએ મહા સલામી આપવામા આવશે. 

   ત્યારબાદ ત્યાંથી સેન્ટ્રલ વીસ્ટાના ફાયર સ્ટેશન તરફથી પહેલા ગેટથી ગાર્ડનના એલ. આઈ. સી. ના સામેના ગેટથી બહાર નીકળી રામકથા મેદાને આવશે. જ્યાં સભામા હજારો લોકો બૌધ ધમ્મનો અંગિકાર કરશે.

    સ્વયમ સૈનિક દળ 2006થી સ્થપાયેલ છે. જેમા કોઈ હોદ્દા નથી ફંડફાળો ઉઘરાવતુ નથી, તેમજ બીન રાજકીય છે. જે પોતાના પૈસે બાબા સાહેબ જેવા 120થી વધુ બહુજન સમાજના મહાનાયકોની વિચારધારા સમાજમા ફેલાવવા માંગે છે. સમાજમા વ્યાપેલી બદીઓ જેવી કે, અંધશ્રદ્ધા, વ્યસન, સ્ત્રી ઉન્મુલન વગેરે 22 બરબાદીઓ દૂર કરી વૈજ્ઞાનિક  અભિગમ કેળવાય, શિક્ષણ વધે અને વ્યકિત જવાબદાર નાગરિક બને અર્થાત સ્વયંમ શિસ્ત કેળવાય તે માટે સંગઠનનુ નામ સ્વયંમ સૈનિક દળ રાખેલ છે.

  સુચનાઓ 

1, આ કાર્યક્રમમાં સ્વયંમ સૈનિક દળના સૈનિકો યુનિફોર્મમા અને તે સિવાય પ્રજાજનોએ શકય હોય તો સફેદ કપડામા આવવાનું રહેશે.

2, આ કાર્યક્રમમાં જોડાતા બધા સભ્યોએ તેમની જરૂરીયાત મુજબની દવાઓ સાથે રાખવી. રેલી સમયે 2 એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડની ગાડી તેમ જ પીવાના પાણીની સગવડ સાથે હશે તેમ જ સભા સ્થળે પણ રહેશે. ઉપરાંત સભાશ્થળે મેડીકલ સુવિધાનોની અલગ વ્યવસ્થા પણ છે.

3, જરૂર પુરતો નાસ્તો પોતાની પાસે રાખવાનો રહેશે. 

4, કોઈપણ જાતની તકલીફ હોય તો સાથે રહેલ યુનિફોર્મ વાળા સૈનિકનો સંપર્ક કરવો.

5, રેલી કે સભા દરમ્યાન સ્વયંમ સૈનિક દળની તેમ જ તેના સૈનિકની સુચનાઓનુ અચૂક પાલન કરવુ. 

🙏સ્વયંમ સૈનિક દળ 🙏

Post a Comment

0 Comments


Contect Admin

Harunkhan Bihari :- +919909575317

Contact form

Name

Email *

Message *