આજ રોજ વડગામ તાલુકા ના ડાલવાણા ગામ જે સરસ્વતિ ના કાંઠે આવેલું ગામ છે જે ગામ કૌમી એકતાનું મિશાલ સ્વરૂપ છે. એ ગામના વતની બિહારી અમીનખાન મોટામિયા જે આ ગામનાં પ્રતિષ્ઠિત વ્યક્તિ છે જેમનો સરળ સ્વભાવના વ્યક્તિત્વ થી ગામ ની પ્રજા સાથે આખો મુસ્લિમ સમુદાય ને બિન મુંસ્લીમ સાથે સાકર માં દૂધ ભળી જાય એમ ભળી ગયા છે એવી આ ગામની કોમી એકતા જણાઈ આવે છે , અમીંનખાન બિહારી એક સારા સાહિત્યકાર છે. જેઓએ ખૂબ જ સારી કવિતાઓ સ્વરૂપે વિચારો રજૂ કર્યા છે જે નીચે લીંક માં મૂક્યા છે.
આજનો બિહારી સમાજનો સ્નેહ મિલન કાર્યક્રમ માં સમાજ તેમજ બિહારી સમાજ સાથે સંકળાયેલા સમાજો માં હજ તેમજ ઉમરાહ કરેલા લોકો નું સન્માન કરવામાં આવેલ તેમજ બિહારી સમાજ માંથી સમાજ માટે યોગદાન આપી રહેલા વિશેષ વ્યક્તિઓનું પણ ખાસ સન્માન કરવામાં આવેલ તેમજ આ સમાજમાંથી તાલુકા માં સરપંચ તરીકે ચુંટાઈ આવેલા એવા ચાર (૪) સરપંચોને શાલ તેમજ ફૂલહાર ઓઢાડી સન્માન પણ કરવામાં આવેલ તેમજ બિહારી સમાજ માંથી સિવિલ ન્યાયાધીશ તરીકે નિમણૂક પામેલા શહેઝાદખાંન બિહારી નું પણ વિશેષ સન્માન કરવામાં આવેલ અને આ ગામના વિવિધ સમાજોના પ્રતિષ્ઠિત લોકોનું સન્માન પણ કરવામાં આવેલ ત્યારે ગામ લોકોએ પણ બિહારી અમીનખાન નું પણ શાલ ઓઢાડી સન્માન કરવામાં આવેલ આ કાર્યક્રમ માં ખુબજ બહોળી સંખ્યામાં ગામ તેમજ સમાજ ના લોકો ઉપસ્થિત રહ્યા હતા.
ડાલવાણા ગામના બિહારી અમીનખાન દ્વારા રચેલ કવિતાઓ...
https://dhandhar.blogspot.com/2020/08/blog-post.html
0 Comments
Thank you for visiting our blog and Comments.