15 August 2016

પાલનપુર તાલુકાના મડાણા (ગઢ) ગામે ગઢ ગામના વી.સી.ઈ ની અધ્યક્શતા મો ધ્વજ વંદન કાર્યક્રમ યોજાયો.

પાલનપુર તાલુકાના મડાણા (ગઢ) ગામે ગઢ ગામના વી.સી.ઈ ની અધ્યક્શતા મો ધ્વજ વંદન કાર્યક્રમ યોજાયો.
આજે તારીખ ૧૫/૦૮/૨૦૧૬ ના રોજ સમગ્ર ભારત ભર મો સ્વાતંત્ર દિવસ ની ઉજવણી થઈ રહી છે. જ્યારે બનાસકાંઠા જીલ્લા ના પાલનપુર તાલુકા ના સૌથી મોટુ ગામ ગઢ ગામ છે.
આ ગઢ  ગ્રામ પંચાયત મો વી.સી.ઈ (કોમ્પ્યુટર ઓપરેટર) તરીકે સેવા આપતા શ્રી રામસીંહ.જી સોલંકી ની અધ્યક્શતાને મડાણા (ગઢ) પગાર કેંદ્ર પ્રાથમીક શાળા મો ધ્વજ વંદન કાર્યક્રમ યોજાયો હતો, રામસીહજી એ ગ્રામજનો ને દેશપ્રેમ તેમજ સ્વછ્તા તરફ પ્રાયાણ કરી ડીજીટલ ભારતની ની ક્રાંતી મો સહયોગ આપવા આહવાન કર્યુ હતુ. વધુ મો જનતા ને જણાવ્યુ હતુ કે આજે આપણા દેશ વાસીઓ વિદેશી પરંપરા તરફ ધકેલાઈ રહ્યા છે તો ભારત ની સંસ્ક્રુતી તરફ પાછા વળી સ્વદેશી વસ્તુ ઓ નો  ઉપયોગ કરવો જેથી આપણા  દેશના લાખો કામદારો ને રોજગારી પ્રાપ્ત થાય, તેમજ બાળકો સારૂ શિક્શણ આપી દેશ પ્રેમ ઉભરાઈ આવે તેવા પ્રાયાસો કરવા બાળકો ને પણ વિદેશી વસ્તુઓ થી દુર રહી સ્વદેશી વસ્તુઓ વાપરવાનો આગ્રહ રાખવા આહ્વાન કર્યુ હતુ. તેમજ સ્વ્તંત્ર ભારત પ્રધાન મંત્રી શ્રી નરેંદ્રમોદી સાહેબ ના સ્વચ્છતા અભિયાન ને સફળ બનાવવા સહયોહ આપવા ગ્રામજનોને વિનંતી કરી હતી.
આ કાર્યક્રમ મો પ્રાથમીક શાળા ઓ વિવિધ કાર્યક્રમો યોજાયા હતા તેમજ આ કાર્યક્રમ મો આગામના રાસ્ટ્રપતિ તેમજ રાજકીય સ્તર ના એવોર્ડ વિજેતા શ્રી શંકરભાઈ ચાંબડીયા સાહેબ, શાળાના આચાર્ય શ્રી. ગામના નિવુત શિક્શક શ્રી અને ગ્રામ પંચાયત ના સભ્ય શ્રી બાબુજી મડાણીય, ઉમેદજી રોઢાતર, નાથુજી સોલંકી, મુકેશ દરબાર, રતનસીંહ સોલંકી, મડાણા (ગઢ) વી.સી.ઈ નીતાબેન દરજી, સેધાભાઈ શેખલીયા, અને એસ.એમ.સી મંડળ તેમજ વાલીગણ તેમજ ગામના નામી-અનામી લોકો એ બહોળી સંખ્યા મો હાજરી આપી હતી ઉપસ્થીત રહ્યા હતા.

09 August 2016

શેભર કેરા ધામે

શેભર કેરા ધામે
છે વિશાળ પર્વત શેભર કેરા ધામે,
બિરાજમાન છે ગુરૂ રખેશ્વર માહારાજ શેભર કેરા ધામે
જગ્યા ખુબજ સમ્રુધ્ધ ને રળીયામણી
જોરાવર ને ના ફાવે તેના વતને તેથી વધુ ફાવે શેભર કેરા ધામે
દર્શને આવે સૌ કોઈ લોક શેભર કેરા ધામે
છે નદી સરસ્વતિ પર્વત કેરા પગે અતિ શોભે
છે સુંદર પથ્થર ની ગુફાઓ રહે સદાય શીતળતા,
છે કથા પુરાણી ગુરૂદેવ કેરી સોભળે એને લાગે વિવેક વાણી,
ફરકે છે ત્યો વિવિધ ધર્મની ધજા
લાગે છે જંગલ ની શોભા હરીયાળી ચાદર કેરી
નમન કરે સૌ લોક ધરાની ધરતી સેભર કેરી સુવર્ણ ધરતીને
માતા ચામુંડા, ગુરૂ રખેશ્વર, ગોગા મહારાજ , શહેનશાહ વલી પીર ની સૌ લોક કરે જય જય કાર
આ ધન્ય સુંદર સુવર્ણ ધરાને જોરાવર કરે સો-સો સલામ,

-હારૂનખાન ઉર્ફે જોરાવરખાન