શેભર કેરા ધામે

શેભર કેરા ધામે
છે વિશાળ પર્વત શેભર કેરા ધામે,
બિરાજમાન છે ગુરૂ રખેશ્વર માહારાજ શેભર કેરા ધામે
જગ્યા ખુબજ સમ્રુધ્ધ ને રળીયામણી
જોરાવર ને ના ફાવે તેના વતને તેથી વધુ ફાવે શેભર કેરા ધામે
દર્શને આવે સૌ કોઈ લોક શેભર કેરા ધામે
છે નદી સરસ્વતિ પર્વત કેરા પગે અતિ શોભે
છે સુંદર પથ્થર ની ગુફાઓ રહે સદાય શીતળતા,
છે કથા પુરાણી ગુરૂદેવ કેરી સોભળે એને લાગે વિવેક વાણી,
ફરકે છે ત્યો વિવિધ ધર્મની ધજા
લાગે છે જંગલ ની શોભા હરીયાળી ચાદર કેરી
નમન કરે સૌ લોક ધરાની ધરતી સેભર કેરી સુવર્ણ ધરતીને
માતા ચામુંડા, ગુરૂ રખેશ્વર, ગોગા મહારાજ , શહેનશાહ વલી પીર ની સૌ લોક કરે જય જય કાર
આ ધન્ય સુંદર સુવર્ણ ધરાને જોરાવર કરે સો-સો સલામ,

-હારૂનખાન ઉર્ફે જોરાવરખાન

Post a Comment

0 Comments