Ad Code

વડગામ તાલુકાના મોરીયા ગામે વિર શહીદ સિંધી સોરમખાનજી ની શહીદીના ૧૦૦ વર્ષ પુર્ણ થતો ઉજવણી કરવામાં આવી.

           


આજ રોજ વડગામ તાલુકાના મોરિયા ગામે શહીદ વિર સિંધી સોરમખાનજી ની શહીદી ના ૧૦૦ વર્ષ પૂર્ણ થતાં ઉજવણી કરવામાં આવી જેમાં મોરિયા ગામના સમસ્ત લોકો દ્વારા આ ઉજવણી ઉત્સવ નું આયોજન કરવામાં આવેલ જેમાં સમસ્ત ગામ અને આસપાસના ગામડા ના સર્વધર્મ સમાજ ના સર્વ લોકો ઉપસ્થિત રહ્યા હતા, 






                આજથી ૧૦૦ વર્ષ પહેલાં મોરિયા ગામે મિરખાંન નું ધાડું પડ્યું હતું તેમાં જંગ થયો હતો ત્યારે ચિત્રાસણી ગામના સિંધી સોરમખાનજીએ શહીદી વ્હોરી હતી જે ધાડ પાડું એ મોરિયા ગામ પર ધાડ પાડી હતી તેઓએ આખા ગામનું રક્ષણ કર્યું હતું , તેઓ પોતાના માટે કે કોઈ અન્ય સ્વાર્થ માટે નહિ પણ પાલનપુર રાજ્ય માટે અને મોરીયાની પ્રજા ના માટે મોરીયા નુ રક્ષણ કરતા શહીદ થયા હતા જેના આજ રોજ ૧૦૦ વર્ષ પૂર્ણ થયા છે.

             આ કાર્યક્રમ કૌમી એકતા નું એક ઉદાહરણ પૂરું પાડેલ છે આ કાર્યક્રમ માં શહીદ શ્રી ના પૌત્ર શ્રી  સિંધી સોરમખાનજી ફતેહખાનજી તેમજ સિંધી ભિખનખાનજી ફતેહખાનજી ચિત્રાસણી થી ઉપસ્થિત રહ્યા હતા તેમજ મોરિયા ની સરહદે આવેલ સુદાશના સ્ટેટ ના ઠાકોર સાહેબશ્રી કિર્તીસિંહજી પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ શાહનવાઝખાનાજી માલિક ,દસાડા, સરદારખનાજી અમરાપુર, અબાદખાનાજી ચિત્રાસણી, અઝીજઅહેમદખાંજી ડાંગીયા તેમજ આસપાસ ના વિસ્તારના નામી અનામી આગેવાનો, સાહિત્યકારો, કવિઓ, સરપંચો, વિદ્વાનો વગેરે ઉપસ્થિત રહ્યા હતા
               આ કાર્યક્રમ શહીદી ના ૧૦૦ વર્ષ પૂર્ણ થવાની યાદ માં હતો જેનો સંપૂર્ણ આયોજન સમસ્ત મોરીયા ગામ દ્વારા કરવામાં આવેલ છે કે કૌમિ એકતા ની મિશાલ સમાન ગામના તમામ હિન્દુ મુસ્લિમ ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા,  જે સંદર્ભે ઉપસ્થિત મહેમાન શ્રી ઠાકોર સાહેબ શ્રી એ પણ દેશ ની કૌમી એકતા વિશે ખુબજ સારું એવું પ્રવચન આપ્યું હતું તેમજ શ્રી સિંધી ભીખનખાન ફતેહખાન દ્વારા પણ કોમી સારું પ્રવચન આપી શહીદ શ્રી સોરમખાંનજી શહીદી  વિશે  ટુંકી વાત કહી હતી તેમજ આ કાર્યક્રમ અનુરૂપ શહીદી પ્રસંગ વિષે વધુ જાણકારી સિંધી નુરમહંમદખાનજી એ આપેલ.
               આ કાર્યક્રમ અંતર્ગત અને શહીદ વિર સિંધી સોરમખાંનજીની યાદ મા તેમના પરિવાર દ્વારા મોરિયા ગામની પ્રાથમિક શાળા તેમજ ગામમાં આવેલ માતોરિયા વિર અને વાઘેલા વિર ના સ્થાન અને દાન આપેલ અને આ કાર્યક્રમ અંતર્ગત પાલનપુર માવજત હોસ્પિટલ, પાલણપુર તેમજ મોરિયા સિવિલ હોસ્પિટલ માં આરોગ્ય કેમ્પ પણ રાખવામાં આવેલ છે.
       આ કાર્યક્રમ માં ઉપસ્થિત મહેમાનો અને લોકો ને ભોજન પ્રસાદ આપવામાં આવેલ.
       આ કાર્યક્રમ ને સફળ બનાવવા સમસ્ત મોરિયા ગામનો યોગદાન રહેલ.

Post a Comment

0 Comments


Contect Admin

Harunkhan Bihari :- +919909575317

Contact form

Name

Email *

Message *