શ્રી તાલેમોહમદ ખાન સિલ્વર જ્યુબિલી જાગીરદાર ટ્રસ્ટ પાલન પુરના માનનીય ટ્રસ્ટી શ્રી અશરફ ખાનજી બિહારી ડાલવાણા દ્વારા તેમના વડીલ શ્રી ની યાદ માં S.S.C 2022ના ટોપર વિદ્યાર્થી શ્રી અનસખાન ઇલિયાસ ખાન પરમાર રહેવાસી માલણ ને પ્રોત્સાહક ઇનામ આપવામાં આવેલ છે.



શ્રી તાલેમોહમદ ખાન સિલ્વર જ્યુબિલી જાગીરદાર ટ્રસ્ટ પાલન પુરની તા 04/09/22 ના રોજ પાલનપુર મુકામે યોજાયેલ સાધારણ સભા દરમિયાન એસએસસી પરીક્ષા માર્ચ 2022 - S S C પરીક્ષામાં જાલોરી સમાજના વિદ્યાર્થીઓ પૈકી ટોપર એવા વિદ્યાર્થી શ્રી અનસખાન ઇલિયાસ ખાન પરમાર રહેવાસી માલણ ને રૂપિયા 10,000 રોકડા પ્રોત્સાહક ઇનામ સ્વરૂપે ટ્રસ્ટના માનનીય ટ્રસ્ટી શ્રી અશરફ ખાનજી બિહારી ડાલવાણા દ્વારા તેમના વડીલ શ્રી ની યાદ માં આપવામાં આવેલ છે આપણા સૌ માટે ગૌરવની વાત છે કે અનસખાન દ્વારા ૮૭.૮૩% મેળવેલ છે.

       ભાઈશ્રી અનસખાનને સારું ઉચ્ચ શિક્ષણ મેળવી જવાબદાર નાગરીક બને તેવી શુભેચ્છા પાઠવીએ છીએ તથા અભિનંદન પાઠવીએ છીએ અશરફ ખાન બિહારી સાહેબનો ત્રણેય કબીલાઓના વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા બદલ આભાર માની અભિનંદન પાઠવીએ છીએ

Post a Comment

0 Comments