Ad Code

અબોલા પંખીડા





અબોલા પંખીડા
    
ઉનાળો આવવાની ઘડીઓ વાગી રહી છે તેમ કાળઝાળ ગરમી પણ પડવા લાગી છે, માનવી નુ માથુ શેકાઈ રહ્યુ છે, એજ ઘડીએ મારી માનવ જાત ને પણ આવી ગરમી મો ગરદન સુકાઈ રહી છે તે વેળાએ હુ પાણી પાણી કરતો આમ-તેમ ભટકતો ભટકતો ક્યોક ખાબોચીયુ કે માટલુ જોઈને બે ટીપા પાણી પીવાનુ મન થાઈ છે તો ક્યોક માગીને પાણી નો ઘુંટડો ભરી લઉ છુ તે વેળાએ જો હુ બોલી ના શકુ તો પણ કોઈ મારા હાથ-પગ ના ઈશારા સમજીને મને પાણી આપશે , પણ હે માનવ જાત હુ તો બોલીને કે માગી ને પાણી નો ઘુંટડો ભરી લઉ છુ પણ પેલા અબોલા પશુ-પંખીડાઓ ક્યો બોલી શકે છે, ક્યો ઈશારા કરી શકે છે તેથી આ કાળઝાળ ઉનાળા ની ગરમીની સીઝન મો હજારો પશુ-પંખીડા વગર મોતે મોતને ભેટી જતા હોય છે તો તે પાણી વગર તડપતા હશે ત્યારે શુ થતુ હશે? જરા વિચાર કરો તે ક્યો ઘર ઘર ભટકી ને પાણી માગશે!પશુ-પંખીડા આપણા થી વ્હેલા આ દુનિયામો અવતરીત થયા છે તો તેમની સેવા કરનાર તરીકે આપણે જ છીએ પણ આપણે તે ભુલી ગયા છીએ કે પંખીડાઓનુ રક્શન કરવાનુ તો આપણે આજે જ આ યાદ કરીને કઈક નવુ વિચાર કરીએ જો શુ આપણે આપણી જાતે જ વ્યકતિગત રીતે આ અબોલા પશુ-પંખીડાઓને પાણી પાવાનુ કાર્ય ના કરી શકીએ.? તો વિચાર કેમ કરો છો આજે જે તમે તમારા ઘર-ખેતર, મસ્જીદ, કબ્રસ્તાન, મંદીર, ચર્ચ, દેરાસર, કે તેની આસ પાસ આવેલી જગ્યાઓએ કુંડા ખરીદ કરીને લગાવી અબોલા પશુ-પંખીડાઓને પાણી આપી માનવ ધર્મ ની ફરજ બજાવીએ. કે આ જીવદયા પ્રત્યે કામ કરતી સંસ્થાઓ, ગ્રુપો, ટીમો ને સહકાર આપી સૌ સાથે મળીને આ માનવ ધર્મ ની ફરજ અદા કરી ગૌરવરૂપ સાબીત થઈ શકીએ છીએ.

લેખ- હારૂનખાન વિહારી- મેપડા


Post a Comment

0 Comments


Contect Admin

Harunkhan Bihari :- +919909575317

Contact form

Name

Email *

Message *