વડગામ તાલુકા ના મેપડા ગામ ના મુશર્રફખાન નથ્થેખાન બિહારી જેઓ સમાજ અને ગામ ના ભામાશા તરીકે ઓળખ ઉભી કરેલ છે તેઓએ તાજેતર માં જાગીરદાર કબીલા દ્વારા દર વર્ષે આયોજન થતા સમૂહ લગ્નોત્સવ ની આ વખત ના ૧૨ માં સમૂહ લગ્ન ની યજમાની કરી ને મંડપ અને ભોજન ખર્ચ આપી ને કબીલા ના લોકો ને સુલભ રહે તેવી વ્યવસ્થાઓ કરી સમૂહ લગ્ન પ્રસંગ પરિપૂર્ણ કરેલ તે સંદર્ભે પાંડવા ગામના ઘોરી તાજખાનજી શેખુજી પરિવારના તમામ જાગીરદાર ભાઈઓ દ્વારા આજે તા.04/11/2025 ના રોજ તેઓની પાંડવા ગામે દાવત આપીને પાંડવા જાગીરદાર કચેરી માં મુશર્રફખાન બિહારી ને શાલ ઓઢાડી ને હાથ ઘડિયાળ પહેરાવી ને સાફો પહેરાવી ને માનભેર સન્માન કરવામાં આવેલ છે.તે બદલ મુશર્રફખાન બિહારીએ પાંડવા ગામના જાગીરદાર ભાઈઓનો આભાર વ્યક્ત કરેલ.


































0 Comments
Thank you for visiting our blog and Comments.