રમજાન મહીનો એટલે ઇસ્લામ નો પવિત્ર મહીનો ગણવામો આવે છે તે મહિના દરમીયાન દુનિયાભર ના પુખ્ત વયના મુસ્લીમો ને રોજા રાખવા ફરજીયાત છે ત્યારે તમામ મુસ્લીમો રોજા રાખે છે ત્યારે આ મહિનામાં ઇસ્લામ મુજબ ઓછી ઉંમરના બાળકો રોજા નથી રાખી શકતા પરંતુ ધાણધાર ધરતીના સરસ્વતી નદીને કાંઠે વસેલા પાલનપુર હદના છેલ્લા સરહદી ગામ મોરીયા ગામના હાલ રહે, સાની એ મહંમદી સોસાયટી- પાલનપુરના બિહારી નીસારખાન બિસ્મિલ્લાહખાનના ૮ (આઠ) વર્ષ ના પુત્ર અદનાનખાને આ રમજાન મહિનામાં આખા મહિનાના તમામ 30 રોજા રાખ્યા છે. રમજાનના આ પવિત્ર મહિના અંગે તેના માતાપિતા અને દાદા-દાદીની ઇસ્લામ પ્રત્યેનો લગાવ અને લાગણી જોઇને અદનાને ગત વર્ષે ના રમજાન મહિના દરમીયાન પણ ૧૧ રોજા રાખ્યા હતા. 'ઇસ્લામમાં નાના બાળકને રોજા રાખવાની પરવાનગી નથી, પરંતુ અદનાને મઝહબે ઈસ્લામ પ્રત્યેનો લગાવ અને લાગણીથી પ્રેરાઈને પરીવારની આસ્થાને કારણે મે મહિનાની ધોમધખતી ગરમીમાં આખા મહિના ના ૩૦ રોજા રાખી અલ્લાહની ઈબાદત કરી વિશ્વમાં માનવ જગતમાં આવનારી કોરોના જેવી આફતથી સમગ્ર વિશ્વ ચિંતાનો માહોલ છે ત્યારે આ નાનકડા બાળક અદનાન બિહારી ભારતના લોકો કોરોનાનો ભોગ ના બને તેવી દુઆ કરી દેશ સ્વસ્થ રહે, દેશમાં શાંતી ભાઈચારો એકતા બની રહે તેવી ઈશ્વરને પ્રાર્થના- દુઆ કરી છે,
0 Comments
Thank you for visiting our blog and Comments.