Ad Code

વ્યસનો માણસની સાથે સાથે પોતાના રાષ્ટ્ર માટે પણ નુકશાન કારક..



વ્યસનો માણસની સાથે સાથે પોતાના રાષ્ટ્ર માટે પણ નુકશાન કારક..            

આપણે બધાજ જાણીએ છીઅુ અને સમજીએ છીએ કે વ્યસનએ આપણા શરીરના સ્વાસ્થય માટે હાનીકારક છે પરંતું તે છતાં આપણે આપણે તેને છોડી શકતાં નથી અને પરીણામે આપણે વ્યસનના ગુલામ બની પૈસા નો અને શરીરનો બગાડ કરતા રહયા છીએ.
ભારત દેશ ગમે તેટલો પ્રગતિએ પહોંચી જાય કે વિકાસમાં મોખરે થાય પરંતું જયાં સુધી વ્યસન મુકત ના થાય ત્યાં સુધી તે વિકસીત દેશ કહી શકાતું નથી. આજના આધુનીક યુગમાં મોટા ભાગે યુવાધન વ્યસનો માં સપડાઈ રહયુ છે. ત્યારે આપણે પણ એમના માટે કંઈક વિચારવુ જોઈએ. ખોટા વ્યસનોના કારણે આપણા ભારતીય નાણાઓનો બેફાટ બગાડ થાય છે. અને આપણા દેશમાં દારૂ અને અફીણ જેવા વ્યસનો પર કાયદાકીય કાનુન બંધારણમાં આલેખાયો છે. અને યુગોથી આપણા મહાપુરૂષો એ વ્યસન મુકતી માટે અવનવા સંદેશાઓ આપ્યા છે.
‘‘ મને જો કોઈ દેશનો વડા પ્રધાન બનાવે તો હું પ્રથમ દારૂની દુકાન બંધ કરાવીશ’’  મહાત્મા ગાંધી.
‘‘ દારૂ પીનાર અને  પાનાર પર ખુદા તઆલાએ લાનત ફરમાવી છે’’  મહંમદ પયગંબર
વ્યસનથી ઘર અને ગામમાં કંકાસનું વાતાવરણ ઉભુ થાય છે વ્યકતિ માનસીક સંતુલન ખોરવાઈ જતાં તણાવ અનુંભવે છેઈ ઘર અને ગામમાં ખરાબ છાપ ઉભી થાય છે. વ્યસન માણસ માટે નુકશાન કારક છે પરંતું તે આખા રાષ્ટ્રનું નુકશાન કારક છે. આવા આર્થીક નુકશાન ભોગવવાની દેશ પતનની ગતી તરફ ધકેલાઈ જાય છે. અવાર નવાર યોજાતા શાળામહાશાળા ઓના કાર્યક્રમો આપણે નીહાળયા હશે. તે આપણે જાણીએ છીએુ. ખોટુ વ્યસન હંમેશા માણસને અંધકાર તરફ ધકેલે છે.
એમાંય આજના આધુનીક યુગમાં જુદાજુદા કેફી દ્રવ્યો વાળા પીણા બજારોમાં આવતા હોય છે અને સમગ્ર યુવા ધનને આવા પીણાઓ પાછળ અધધ રૂપીયા વેડફતુ રહે છે પરંતુ કયારેય ગરીબી વીશે નો વિચાર મનમાં અંકીત કરતા નથી ત્યારે ભારત દેશની યુવાની નહી પણ કાયરતાના દર્શન થાય છે.
વય્સની મનુસ્ય હંમેશા પીડાનો ભોગી હોય છે તેને કયારેય કોઈ મોભી સ્થાન મળતું નથી ગમે તેટલા પ્રયત્નો કરવા છતાં  તે પોતાની પદ કે પ્રતિષ્ઠા સમાજમાં પામી શકતા નથી વ્યસની મનુસ્ય ના ઘણા મીત્રો હોવા છતાં તેને કોઈ બચાવી શકતું નથી વ્યસની મનુસ્ય હંમેશા અધર્મ નું આચરણ કરે છે અને ધાર્મીક હોવા છતાં પણ ધાર્મીક ગણાતો નથી  વ્યસની માણસ હંમેશા કંન્સર હોસ્પીટલ નો મહેમાન બને છે.જે કડવુ સત્ય છે.
મે એક જગ્યાએ વાંચ્યુ છે કે યુવાનો વ્યસન અને યુવતીઓ ફેસન છોડે તો જ ભારતનો વિકાસ થઈ શકે તો આપ સર્વ મારૂ આ નીવેદન ધ્યાનમાં લઈ ને કોઈપણ સંજોગોમાં કોઈપણ વ્યસનો કરતા હોય તો તેને તરતજ બંધ કરી પોતાના દેશ માટે બલીદાન આપશો.

લેખઃ રીયાઝ મીર ભલગામ  વડગામ                           

Post a Comment

0 Comments


Contect Admin

Harunkhan Bihari :- +919909575317

Contact form

Name

Email *

Message *