અત્યારે આખા વિશ્વના 100 કરતાં વધારે દેશોમાં કોરોનાની મહામારીના ભરડામાં સપડાયેલ છે, ત્મયારે આ મહામારીથી રક્ષણ મેળવવા માટે ભારત દેશ લોકડાઉન કરવાની ફરજ પડેલ ત્યારે ગ્રામ્ય સ્તરે ગ્રામ પંચાયત દ્વારા ખુબજ સારી કામગીરી કરવામો આવી રહી છે. ત્યારે પાલનપુર તાલુકાના હેબતપુર ગ્રામ પંચાયત ના સરપંચ શ્રી બિહારી ઈમરાનખાન દ્વારા અતિપ્રશંસનિય કામગીરી કરવામો આવી રહી છે, જેમો સરપંચ શ્રી દ્વારા પ્રથમ આખા ગામના લોકો ને કોવીડ-૧૯ વિશે વિશેસ માહિતી આપી લોકો ને જાગ્રુત કરવામો આવેલ છે.અને આખા ગામની જાહેર જગ્યાઓ જૈવી કે ગ્રામ પંચાયત, દુધ ડેરી પ્રાથમિક શાળા વગેરે તેમજ ગામના જાહેર રસ્તા ગલીઓ, અને ગામના ઘરોમાં સેનેટાઈઝ કરવામાં આવેલ જેેમાં ગ્રામ પંચાયત દ્વારા ૧-વખત ટ્રેકટર થી અને ૩-વખત હાથ સપ્રે થી આખા ગામને સેેેેનેટરાઈઝ કરવામાં આવેલ, તેમજ ગ્રામ પંચાયત દ્વારા કોવિડ-૧૯ ના નિયમોનું પાલન થાય અને ગામના લોકો ઘરમાં રહે સુરક્ષીત રહે તે માટે ચુસ્તપણે અમલ કરવામાં આવી રહ્યાં છે,
જ્યારે તેવામાં હેબતપુર ગામના યુવાન સરપંચ શ્રી બિહારી ઈમરાનખાન દ્વારા કોવીડ-૧૯ ની મહામારીથી રક્ષણ મેળવ્વા જાતે સ્વખર્ચે , સ્વ મેહનતે પોતાના જ વિચારોથી ડીઝીટલ યુગ મો સેનેટરાઈઝ ટર્નલ મશીન બનાવી ગ્રામ પંચાયત હેબતપુર ના ગ્રામજનોને અર્પણ કર્યુ છે.
2 Comments
બીજુ કે આવી કોવીડ-19 ની મહામારી ના સમયમાં જ્યારથી લોકડાઉન જાહેર થયુ ત્યારથી આજદિન સુધી બનાસડેરી(અમુલ) ની સેવાઓ અવિરતપણે ચાલુ રહી છે તે માટે હું માન. ચેરમેન શ્રી શંકરભાઈ સાહેબ તથા મેનેજમેન્ટ નો આભાર માનું છું અને તે બદલ અભિનંદન પાઠવું છું તથા મેનેજમેન્ટ ના દોરીસંચાર નીચે સતત ખડેપગે રહી ફરજ બજાવતા દરેક કર્મચારી ભાઈ બહેનોને પણ બિરદાવુ છું કે તે પણ આપણા કોરોના વોરીયર્સ ડોક્ટર, પોલીસની જેમ સતત ફરજ ઉપર હાજર રહી દેશ માટે જે દુધની જરૂરી સેવા પુરી પાડી છે તે માટે તેમનો પણ ખુબ ખુબ આભાર..🙏💐
Thank you for visiting our blog and Comments.