Ad Code

સોશીયલ મીડીયા થી ભાવી પેઢી ને ફાયદાકારક કે નુકશાનકાર.....


આજના ઈન્ફોર્મેશન ટેકનોલોજી ના યુગમાં ખુબજ ક્રાંતિ થઈ રહી છે  જેની કોઈ ગણીતરી મારી શકીએ એમ નથી જેમાં ખાસ વાત તો એ છે કે શોસીઅલ મીડયા ખુબજ આગળ પડતું હોય તેમ જણાઈ રહયુ છે. આજે સોશીયલ મીડીયા આવવા થી ખુબજ ફાયદો પણ થયો છે તેની સાથે સાથે નુકશાન કારક પણ સાબીત થઈ ચુકયુ છે. જેમાં ગુગલ ટવીટર   ફેસબુક વોટસઅપ્પ જેવી એપ્પલીકેશનો આવવા થી આ જગત ના માનવી ને તમામ પ્રકાર ની સવલતો પ્રાપ્ત થઈ શકી છે તેની સાથે સાથે ખુબજ અડચણો પણ ઉત્પન્ન થઈ હોય એમ જણાઈ રહયુ છે.
ઘણા સમય પહેલાં આપણા વડીલાં એક બીજા ને પત્રો લખતા હતા તે પોતાના કાળજા માંથી નીતારીને પોતાની યાદો લખતા હતા અને જે પત્રો આજે ઐતિહાસીક પુરાવાઓ તરીકે આપણને લાભદાઈ થઈ રહયા છે. અને આજે આપણે કોઈ પણ કામ કે જરૂરીયાત હોય તો સીધી જ રીતે ઈમેલ   વોટસઅપ્પ  ફેસબુક  કે ગુગલ ના માધ્યમથી તે જરૂરીયા પુરી પાડતા હોઈએુ છીએ જે માત્ર જજરૂરીયાત પુરતું જ રહે છે તે કોઈ કામ આવી શકતું નથી.
આજે આ પશ્રીમી ટેકનોલોજીનો વિકાસ પામતાં જ જુની ભારતિય ટેકનોલોજી લુપ્ત થતી જણાઈ રહી હોય એમ લાગે છે. જેમાં અગાઉ લોકો એક બીજાને ટપાલ ના માધ્યમ થી સંદેશા આપતા  દરેક કામ કાગળ અને પેન થી થતું  પુસ્તકો વાંચાતા સમાચાર પત્રો વાંચાતા અને આજે લોકો સોશીયલ મીડીયા પર બધુજ મેળવી લે છે જેથી આપણી સંસ્કુતિ નાશ પામતી દેખાઈ રહી છે. આજે કોઈ પુસ્તક વાંચવા તૈયાર નથી કે કોઈ કાગળ કે પેનનો ઉપયોગ કરવા તૈયાર નથી જેથી આ ટેકનોલજો આવવાથી ખુબજ ફાયદો થયો છે જેમાં જે લોકો જેતે કામ સાથે સંકળાયેલા છે તેઓને સારા પ્રમાણ માં લાભદાઈ છે તમામ પ્રકારનું કામ ઝડપી અને સરળ બની શકયું છે.
આજે આ સોશીયલ મીડીયા ના ગંભીર બીમારી માં યુવતી ઓ અને યુવાનો ફસાતા જણાઈ રહયા છે. જેથી તેઓ તેઓના સમગ્ર જીવન પર ખરાબ કે સારી અસર પાડી શકે છે. અત્રે સોશીયલ મીડીયા પર થુવાનો એક બીજા મીત્ર ને ખરાબ કે સારા સંદેશા મોકલીને ેઓ ને પ્રભાવીત કરતા  હોય છે જેમાં કંઈક વખત બીભત્સ  કે રાજકીય  સામાજીક સંદેશાઓ પણ મોકલતા હોય છે જેનાથી તણાવ ઉત્તપન્ન થવાની શકયતાઓ છુપાયેલી હોય છે.
યુવાનો આજે જાણી અજાણી વ્યકતિઓ સાથે ચેટીંગ કરતા હોય છે જેથી તેઓ મહા મુકેલીમાં ફસાઈ જતા હોય છે જેમાં ઘણા લોકો ખોટા એકાઉન્ટ બનાવીને પોતાની માયાજાળ માં ફસાવવા ના પ્રયત્નો કરતા હોય છે. જેનાથી તે યુવાનની જીંદગી પર પાણી ફરી વળતું હોય છે.
આજે નાના બાળકો યુવાનો ને પણ આ સોશીયલ મીડીયા નો નશો થઈ ગયો છે તેઓ પણ આ જાળ માં ફસાવા લાગ્યા છે તેઓ તેઓનું શિક્ષણ મેળવવાનો સમય છે તે છતાં તેઓ પોતાને મળેલા સમય દરીમીયાન માત્ર સોશીયલ મીડયા તરફ આકર્શાયેલા રહેતા હોય છે. જેથી તેમનુ ભવિસ્ય ખતરનાક સાબીત થઈ શકતું હોય છે તેઓના જીવન પર આ એક ખોટી અસર પડવાની સંભાવના રહેતી હોય છે. જેથી જેતે બાળકોયુવાનો ના માવતરોએ આ બાબતે ધ્યાન લેવા જેવી બાબત છે.
આમ આ સોશીયલ મીડીયા નો ઉપયોગ કરવો  એ જરૂરી છે પણ તે નાનકડા બાળકોને આ બાબતે થી દુર રાખવા જોઈએ. કેમ કે તેઓ આવતી કાલનું ભવિસ્ય છે.સોશીયલ મીડીયા એ એક પ્રકાર નું વ્યસન છે જે કોઈ ને લત ચડી ગઈ તેનાથી છુટી સકતી નથી તો આ સોશીયલ મીડીયા થી આપણે આપણા બાળકો ને હંમેશા દુર રાખવા જોઈએ. તેનો વધારે પડતો ઉપયોગ ના કરે તેના પર આપણે ધ્યાન રાખવુ જોઈએ.
સોશીયલ મીડીયા ના ઉપયોગ થી યુવાનના માનસ ઉપર અલગ અલગ પ્રકારની અસરો પડતી હોય છે જેનાથી તે ભવિસયમાં કંઈ કરવાને લાયક રહી શકતો નથી. તે આખો દિવસ કંટાળેલો રહેતો હોય છે. તેનો સ્વભાવ પણ ચીડીયો બની જતો હોય છે.
આથી આપણેસોશીયલ મીડીયા નો વધારે પડતા ઉપયોગથી દુર રહી આપણે તેમજ આપણા બાળકના ભવિસ્ય બાબતે વિચારશીલ બનવુ જોઈએ. તો મીત્રો આપણે આજે એ પણ જોઈએ છીએ કે જે લોકો સોશીયલ મીડીયા માં સમાય ગયા છે કંઈક અંશે ફાયદાકાર સાબીત થતું હોય છે
આજે સોશીયલ મીડીયા એ ખુબજ ખતરનાક બની રહયુ છે.  આના માધ્યમથી આજે ખુબજ ગુનાખોરી પણ વધી રહી છે. તેમજ અફવાઓ  કે અન્ય સાચી  ખોટી માહીતીઓ  કે સંદેશાઓ ફેલાવી રહયા છે જેનાથી ખુબજ નુકશાન થઈ રહયુ છે.
સોશીયલ મીડીયાથી ઘણીવાર તોફાની તત્વો સામેલ થઈ માહોલ બગાડવાનું કાર્યકરતા હોય છે. જેથી તેનું જવાબદાર આ સોશીયલ મીડીયા જ છે. ટુંક સમય પહેલાં પાટીદાર અનામત વખતે થયેલ તોફાનો માં પણ સોશીયલ મીડીયા જવાબદાર હતી એમ ગણવુ જોઈએ કેમ કે આ સોશીયલ મીડીયા પર અફવાઓ ફેલાવા લાગી જેથી લોકો માં ક્રોધ ઉભરાવવાથી તોફાનોને ઉગ્ર સ્વરૂપ મળેલું જેથી આ સોશીયલ મીડીયા અફવા ફેલાવી શાંતિનુ વાતાવરણ ડહોળતું હોય છે.
સોશીયલ મીડીયા માં આજે યુવતીઓ વધારે પ્રમાણ માં ફસાતી હોય તેમ જાણવા મળી રહયુ છે. જેમાં મણેલ જાણકારી મુજબ કોઈ યુવાનો આવા બીભત્સ સંદેશા કરીને હેરાન કરતા હોય છે તેથી તેમની સ્ત્રી ની ગરીમા અને મર્યાદા તુટી જતી હોય છે. જેથી સોશીયલ મીડીયા માં આજે જે કંઈ થાય છે તે એક સીકકાની બે બાજુ જેવુ હોય છે.એક તરફ લાભદાઈ અને બીજી તરફ ગેર લાભદાઈ પણ છે.
આમ મીત્રો સોશીયલ મીડીયા મીડીયા નો ઉપયોગ કરવામાં તકેદારી રાખો અને કોઈપણ અજાણી વ્યકતિનો સંદેશ આવે તો કોઈપણ પ્રકાર ની ખાતરી કર્યા વગર જવાબ આપવો નહી  કોઈપણ ને બીભત્સ કે કોઈપણ પ્રકાર ના ખોટા સંદેશ કરવા નહી  કોઈ ની ધાર્મીક સામાજીક લાગણી દુભાય તેવા સંદેશા કરવા નહી. તો હવેથી કોઈપણ સોસીઅલ સાઈટ કે એપ્પ્લી કેશન નો ઉપયોગ કરતા પહેલાં તકેદારી રાખશો તોજ આવેલી તમામ સમસ્યામાંથી ઉકેલ લાવી શકાય. 

લેખઃ બિહારી હારૂનખાન મહેમુદખાન   મેપડા  વડગામ

Post a Comment

0 Comments


Contect Admin

Harunkhan Bihari :- +919909575317

Contact form

Name

Email *

Message *