ગણતર વાળુ ભણતર એ શાઈા માંથી મળી શકતું નથી તે તેના
માવતરો ના સંસ્કારો માંથી પ્રપ્ત થતું હોય છે તેને હાસીલ કરવા માટે કયાંય લાઈન માં
લાગવાની જરૂર રહેતી નથી તે માટે પોતાના બાળકને તેના માવતરો દ્રારા સારા સંસ્કાર ની સાથે સાથે ગણતર વાળુ ભણતર આપવા ની કોશીષ કરવી જોઈએ
તોજ તમારૂ બાળક ને તેના જીવન માં કોઈ મશ્કેલી
ઉભી નહી થાય.
આજે શાળા ઓ માં જે જ્ઞામ આપવામાં આવે છે તે ડીઝીટલ
પધ્ધ્તી થી આપવામાં આવે તે બાળકાના ચારીત્રય પર જોઈએ તેટલી સારી અસર કરતું નથી પણ તેને
પહેલાં ના સમય માં જે પોતાના શિક્ષકો દ્રારા ભણાવવા માં આવતા હતા તેથી શિક્ષક દ્રારા
આપેલુ જ્ઞાન બાળક ના મન પર ઉંડો ઉતરી જતો જેથી તેને કોઈ અડચણ આવતી જ નહી અને આગળ વધી
શકતો.
આ જગત નો તેમજ સમગ્ર પ્રકુતિનો સર્જનહાર ઈશ્વર છે.
તે કોઈપણ ભૌતિક વસ્તુનો સર્જનહાર ની કુતિ સર્વ શ્રેષ્ઠ બને તે માટે પ્રયત્નશીલ હોય
છે. દરેક માવતર ને પોતાનું બાળક શ્રેષ્ઠ બને તેવી આશા હોય છે. પ્રેમ રૂપી જળ નું સીંચન
કરી સદગુણ સંસ્કાર અને શિક્ષણને જઈ સ્વરૂપે પોતાના બાળક ને કુમળા છોડ ની જેમ ઉછેર કરે છે અને આ ફુલ દિવ્ય સુગંધ વડે જીવન બાગને
મહેંકાવે છે.
તેથી આપણા બાળકને શિક્ષીત કરીને આગળ વધતા પ્રવાહ માં
ધકેલવાનો છે.શિક્ષણ એ આ યુગની ખાસ જરૂરીયાત છે આ સમય માં શિક્ષીત બનેલા લોકો જ પ્રગતિના
પંથે આગળ ધપી રહયા છે.શિક્ષણએ ગરીબી બેકારી વગેરે નો જડમુળ થી વિનાશ કરે
છે. શિક્ષક તો આપણને શિક્ષણ આપે છે તે શિખવાનુ આપણે છે. તેમ શિક્ષણ એ અમુલ્ય જ્ઞાન
આદાન પ્રદાન કરે છે શિક્ષણ એ સ્વતંત્ર છે.જે માનવી અશિક્ષીત છે તે ગુલામીની જંજીરો વીંટાયેલો રહે છે.
નાનકડા છોડને જેમ વાળવામાં આવે તેમ વળી જાય છે તેમ બાળકને નાનપણ થી સારૂ શિક્ષણ આપવામાં
આવે તો તે પ્રસીધ્ધી તરફ સહેલાઈથી પહોંચી શકે છે.
આજે શિક્ષકો દ્રારા જે જ્ઞાન આપવામાં આવે છે જરૂરી
છે જ પણ તેની સાથે સાથે બાળકે ગણતર ની જરૂર છે આજના બાળક તમામ પ્રકારની સમસ્યાઓમાં
વિંટાય જતો હોય છે પછી તે એમાંથી નીકળી શકતો નથી તુને તેમાંથી નીકળવું ગણું જ મુશ્કેલ
બને છે. જેથી આજના શિક્ષણ માં ભણતર ની સાથે ગણતર ની કેળવણી આપવી એ જરૂરી છે જેનાથી
બાળક તમામ સમયિાઓનો સામનો કરી શકે .
લેખઃ બિહારી હારૂનખાન મહેમુદખાન મેપડા વડગામ
0 Comments
Thank you for visiting our blog and Comments.