Ad Code

પાલનપુર ના નવાબ સાહેબશ્રી ની મેપડા ગામની મુલાકાત......


નવાબ સાહેબ મેપડા ઠાકોર સાહેબ શ્રી સોયલખાનજી (એ.ડી.સી & કેપ્ટન ઓફ પાલનપુર રાજ્ય) ના આમંત્રણ નુ માન રાખીને પધાર્યા હતા.
 તસ્વિર મો ખુરશી પર બેઠેલ નવાબ સાહેબ શ્રી તાલેમહંમદખાનજી , તેમજ પહેલી લાઈન મો ઉભેલા મો ધોળા કોટ પહેરેલા હાથ બોધેલા તે મોરીયા ના ઠાકોર ઈભ્રાહિમખાનજી,  તેમની બાજુ મો નાનુ બાળક તેડેલ છે તે ચિત્રાસણી ના શ્રી સિંધી નથ્થેખાનજી, એ.ડી.સી ઓફ પાલનપુર રાજ્ય, તેમને તેડેલ બાળક સોયલખાનજીના દિકરી છે. એમના પછી ચોથા નંબરે ધોળા પહેરવેશ સાથે પાછ્ળ હાથ બોધીને ઉભેલ મેપડા ના ઠાકોર સાહેબ સોયલખાનજી છે. ૬ નંબર મો . મો ગીડાસણ ઠાકોર ઉમરદરાજ ખાનજી વજીર ઓફ પાલનપુર રાજ્ય. ૭ નંબર મો. ચાંગા ના ખોખર અનવરખાનજી એ.ડી.સી ઓફ પાલનપુર રાજ્ય.  તેમજ  ધનીયાણા ના લોહાણી દોસતમહંમદખાનજી  તેમજ રાજય ના ઉચ્ચ અધિકારીઓ, રાજ પરીવારના સદસયો અને ગામના લોકો, એ હાજરી આપી હતી...
નવાબ સાહેબ શ્રી તાઅલેમહન્મદ્ખાનજી એ મેપડા ગામની મુલાકત ૮ એપ્રીલ ૧૯૩૧ ના રોજ લીધી હતી. તેઓ શેરપુરા ડભાડ,વાસણા,મેપડા,નગાણા ગયેલા.
તસ્વિર મા દ્રશ્યમાન મોર પંખી જે એ સમયે મેપડા દરબાર ખાતે પાળલ હતો જે નવાબ સાહેબ શ્રી આવ્યા ત્યારે તેણે નૂત્ય કરી સ્વાગત કર્યુ હતુ, જે મોર *મોતી* નામથી ઓળખવામા આવતો હતો.
વધુ વિગતો ટુંક સમય મો એડ કરીશુ.
બીજા લોકો ઓળખાતા નથી તો જો તમો ઓળખી શકતા હોય તો મને જણાવશો
.

Post a Comment

0 Comments


Contect Admin

Harunkhan Bihari :- +919909575317

Contact form

Name

Email *

Message *