સાલિયાણાને ઈન્દિરા ગાધી,
✍🏻શાહનવાઝ મલીક "શાહભાઈ"
૫૬૫ જેટલા રજવાડાને ભારત સંઘમા વિલીન
કરવામા આવ્યા હતા.તેમને સાલિયાણા આપવામા આવતા આ પ્રમાણે હતા.
૧)રાજ્ય કેવડુ છે?
૨)રાજવંશ કેટલો જુનો છે?
૩)તે રાજ્ય અંગ્રેજોના સ્વામીત્વ નીચે
હતુ કે નહી?
૪)અંગ્રેજોના શાસનમા તેમને કેટલી તોપની
સલામી મળતી હતી?
**જેમને શક્તિ પ્રમાણે તોપોની સલામી નકકી
કરવામા આવી હોય તેવા ૧૨૦ રાજ્યોને રૂ.૫૦૦૦ થી લયીને હેસિયત પ્રમાણે રાજાઓને લાખોની
રકમ તેમના નિભાવ પેટે સરકારી તિજોરીમાથી આપવામા આવતી હતી.
***૫૬૫માથી ૧૦૨ રાજાઓને એક લાખથી વધુનુ
સાલિયાણુ ચુકવાતુ હતુ જોકે તેમા મહત્તમ મર્યાદા રૂ.બે લાખ હતી.
****૧૧ રાજ્યો અપવાદરૂપ હતા.તેમને દશ લાખથી
વધુ રકમનુ સાલિયાણુ ચુકવવામા આવતુ હતુ.તેમા હૈદ્રાબાદ, મૈસુર, ત્રાવણકોર , વડોદરા, જયપુર, પટિયાલા વિગેરે હતા.જો કે હૈદ્રાબાદનુ સાલિયાણુ શરૂઆતે રૂ.૪૨,૮૫,૭૧૪ ચુકવાતુ હતુ જે પાછળથી ઘટાડીને વીસ
લાખ કરેલ હતુ.
કયા રાજ્યને કેટલુ સાલિયાણુ મળતુ હતુ
તે ફરી ક્યારેક કહીશ.
ઈન્દિરા ગાધીનો ઝુકાવ સમાજવાદ તરફી
હતો. જે દેશમા આટલી ગરીબાઈ હોય ત્યા રાજાઓને આટલી સુવિધા આપવી તર્ક સંગત નથી.
સાલિયાણા બંધ કરવાની પ્રક્રિયા સન ૧૯૬૭
મા આરંભવામા આવી હતી.તત્કાલિન ગૃહપ્રધાન શ્રી વાય.બી.ચૌહાણને રાજાઓ જોડે ચર્ચા કરી
સામાન્ય મત બનાવાની જવાબદારી સોપી હતી.
ધાગધ્રાના ભૂતપૂર્વ મહારાજા સર
મયુરધ્વજસિહજી મેઘરાજજી (ત્રીજા) એ બાકીના રાજાઓ વતી સરકાર સાથેમંત્રણાના સુત્રો
સંભાળ્યા હતા.
સન ૧૯૬૭ થી ૧૯૭૧ સુધી કોગ્રેસ આતરકલહે
સપડાઈ હતી તેથી આ સમય સાલિયાણા ઈન્દિરાજીને બંધ કરવા સાનુકુળ ન લાગ્યો.
કોગ્રેસના બે ફાડિયા પછી ઈન્દિરાજી
સર્વેસર્વા બની ગયા હતા.વી.વી.ગિરી પણ તેમની કૃપાથી રાષ્ટ્રપતિ બન્યા હતા.
ઈન્દિરાજીએ તક જોઈ મોરચો ખોલ્યો.
સરકારને રાજાઓ વચ્ચે ભયંકર તનાવ સર્જાયો.
જામનગરના રાજાએ બન્ને પક્ષે જક્કી
વલણને પકડી રાખવાની ટીકા કરી.
તેમણે પ્રસ્તાવ મુક્યો કે સરકાર
સાલિયાણુ બંધ કરવા માગતી હોય તો ભલે કરે તેના બદલે ૨૫ વર્ષનુ સાલિયાણુ એકસાથે
ચુકવી દે.તેમા ૨૫ % રોકડમા, ૨૫ %બોન્ડમા(જે ૨૫ વરસ પછી રોકડમા
ફેરવી શકાય) ૫૦ %રાજવી દ્વારા ચલાવાતા પબ્લીક ચેરિટી ટ્રસ્ટમા આપી દેવામા આવે
....ટ્રસ્ટમા આપેલી રકમનો ઉપયોગ રાજ્યોમા રમત ગમતનો વિકાસ, પછાત જાતિઓના શિક્ષણ, લુપ્ત થતા વન્યજીવોના સરંક્ષણ માટે
કરવામા આવે......
જ્યારે પ્રસ્તાવની ચિઠ્ઠી ઈન્દિરા
ગાધીને મળી ત્યારે તેમણે તેના પર રચનાત્મક કાર્યોની આડશમા છુપાયેલી અસલી
મુરાદ.....એવી નોધ કરી વાય.બી.ચૌહાણને મોકલી આપી.
તેમણે સાલિયાણા બંધ કરવાનો ખરડો સંસદમા
મોકલી આપ્યો.લોકસભામા આ ખરડો પસાર થયી ગયો.રાજસભામા એક મતે અટકી પડ્યો ત્યા
રાષ્ટ્રપતિ મદદે આવ્યા તેમના આદેશથી રાજા મહારાજાઓની માન્યતા રદ થયી.રાજા અને
પ્રજા વચ્ચેનુ અંતર ઘટી ગયુ.
રાજાઓની મંડળીએ સુપ્રીમ કોર્ટના દરવાજા
ખખડાવ્યા.સુપ્રીમ કોર્ટે ઈન્દિરાજીના
આદેશ સામે સ્ટે આપ્યો.અદાલતની રોકને તેમણે પડકાર સમજ્યો.
જનભાવના કોગ્રેસ સાથે હતી.વાતાવરણ પણ
ઇન્દિરાજીને પક્ષે હતુ.લોકશાહી છે,દેશ હવે આઝાદ છે અને ગરીબી. છે.તો
સાલિયાણા શા માટે ચુકવવા???
પ્રજાએ તેમના પક્ષમા પ્રત્યક્ષ ચુકાદો
આપી દીધો. બંધારણમા ૨૬ મો સુધારો કરી રાજાઓનુ સાલિયાણુ કાયમ માટે બંધ કર્યુ .
કેટલાક રાજાઓ કે જેઓ સન ૧૯૪૭ પહેલા
અંગ્રેજોના તાબે ન હતા અને સ્વતંત્ર
રાજ ચલાવતા હતા તેમને અપવાદરૂપ ગણીને તેઓ જીવ્યા ત્યા સુધી તેમના સાલિયાણા ચાલુ
રાખ્યા હતા.
આ પછી કેટલાય રાજાઓ ઈન્દિરા સામે
મેદાનેઉતર્યા પણ તેમને યોગ્ય સફળતા મળી નહી...
લેખક સંશોધક-શાહનવાઝ મલીક
"શાહભાઈ" દસાડા જી.સુરેન્દ્રનગર પીન-૩૮૨૭૫૦
0 Comments
Thank you for visiting our blog and Comments.