અમે પાલનપુરી, અમે પાલનપુરી
ભલે ભીન્ન હો નામ
છતો એક સૌ,
અમે પાલનપુરી, અમે પાલનપુરી,
છો હેતાણી, વિહારી, નાગોરી કહ્યા,
છો શિયા અને
સુન્નીના ભેદ રહ્યા,
છ્તો સર્વે
મુસ્લીમભાઈ છીએ,
અમે પાલનપુરી, અમે પાલનપુરી,
ભલે લોકા ,તપા કે તેરા કોઈ કહે,
ગાંધી,મહેતા,કોઠારી મઓદી થઈ રહે,
કિંન્તુ આખર એકજ
જેન છીએ,
અમે પાલનપુરી, અમે પાલનપુરી,
કોઈ બ્રાહ્મણ,મીસ્ત્રી,તપોધન હો,
ભલે
વેશ્ણવ-સ્માર્તને ભિન્ન કહો,
તોએ શુદ્ર સનાતની
હિન્દુ સહુ,
અમે પાલનપુરી, અમે પાલનપુરી,
કદી કલ્ક્ત્તા,કાશી, કે કોચીનમો,
જઈએ મદ્રાસ, મુંબઈ કે રંગુનમો,
ઠેઠ ઈંગલેંડ, ફ્રાંસ, કે બેલ્જીયમમો,
તોયે પાલનપુરી, અમે પાલનપુરી,
દીન તોયે વતન આતો
મારૂ જ છે,
મારૂ રાજ્ય મને
અતિ પ્યારૂ જ છે,
એ અમારૂ અને અમે
એના સદા,
છીએ પાલનપુરી, અમે પાલનપુરી,
મને મારી ભુમી આ
મુબાર હો,
મારૂ જીવતર એનાથી
સાર્થક હો,
એના ઉપર દેવોની
આશીસ ઉતરો,
અમે પાલનપુરી, અમે પાલનપુરી
-
શ્રી છોટાલાલ ભ્રહ્મભટ્ટ
નોધ:- આ કાવ્ય તારીખ-૨૫/૦૧/૧૯૩૫ ના રોજ પાલનપુર હાઈસ્કુલ ના ઈનામ વિતરણ કાર્યક્રમ
ની યાદી મોથી લેવામો આવેલ છે.
0 Comments
Thank you for visiting our blog and Comments.