Ad Code

વડગામ તાલુકાના જુનીનગરી (પીલુચા) ગામે ૬૦૦ મી મિલાદે ઈમામુના મોહમ્મદ મેહદી એ મૌઉદ (અ.સ) ઇસ્લામી મહેદવીયા દિની મજલીસ નુ આયોજન કરવામાં આવ્યું.

  








વડગામ તાલુકાના જુની નગરી (પીલુચા)  ગામે  આજે તા. ૦૯/૧૧/૨૦૨૫ ના હિજરી ૧૭ જમાદી અવ્વલ ૧૪૪૭ ના સવારે ૦૯.૪૫ થી સાંજ ના ૪.૩૦ વાગ્યા દરમીયાન  તાલુકાના જુનીનગરી ગામે  ૬૦૦ મી મિલાદે ઈમામુના મોહમ્મદ મેહદી એ મૌઉદ (અ.સ) ઇસ્લામી મહેદવીયા દિની મજલીસ નુ આયોજન કરવામાં આવ્યું. અગાઉ પાલનપુર તાલુકાના ચિત્રાસણી ગામે તથા વડગામ તાલુકાના મોરીયા ગામે મજલીસનુ આયોજન થયેલ તેની સફળતા બાદ પીરો મુર્શિદોની રાહબરી હેઠળ તેમજ ઉત્તર ગુજરાતના તમામ મહેદવી સમાજોના સાથ સહકારથી આ મુબારક આયોજન આજે વડગામ તાલુકાના જુનીનગરી ગામે આયોજન થયેલ છે,  આ મજલીસ મા અલ્લાહના દીનની અને ઈસ્લામ વ મહેદવીયતની હકીકત અને ખુબીઓ વિશે ઉપસ્સ્થિત તમામ લોકોને વ્યવસ્થીત સમજ પડે તે રીતે આધારભૂત હકીકતો અને હદિશ અને કુરાને પાક ના હવાલાઓ સાથે માહિતગાર કરવામા આવ્યા હતા. આ કાર્યક્રમ મા ઉત્તર ગુજરાત ભરના મહેદવી પંથ ના લોકો બહોળી સંખ્યામા ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમ ની શરુઆત તિલાવતે કુરાન હાફિઝે કુર્આન જનાબ બિહારી ફિરદોસખાન  સાહબ થી કરવામા આવી હતી. તે પછી ઈસ્તેકબાલ (સ્વાગત) બયાન ફકીર સૈયદ અતન ખુંદમીરી સાહબ એહલે પાલનપુર દ્વારા કરવામા આવેલ તે પછી બયાન ઈસ્લામ કી બુનિયાદે ઔર મહેદવીયત વિશે જનાબ સૈયદ યુસુફ તજમ્મુલ ખુંદમીરી સાહબ એહલે હૈદરાબાદ દ્વારા કરવામા આવેલ તે બાદ બયાન ક્યા સૈયદ મોહમદ જોનપુરી હી મહેદી યે મૌઉદ (અ.સ) હે ?  વિશે હજરત પીરો મુર્શિદ  સૈયદ પીરો મુર્ર્શીદ સૈયદ મુસ્તુફા મુબારક મીયા યદુલ્લાહી સહાબ એહલે બરોડા દ્વારા કરવામા આવેલ તે બાદ જુનીનગરી ગામના મહેદવી ભાઈઓ તરફથી અલ્લાહ દિયા દાવત થયેલ તે બાદ નમાઝે ઝોહર બાદ બયાન મઝહબે મા કિતાબુલ્લાહ વ ઈત્તેબા એ મોહમ્મદુર રસુલુલ્લાહ (સ.અ.વ) જે અફ્ઝલુલ ઉલેમા હઝરત પીરો મુર્શીદ સૈયદ તાસીન આગા અર્શી ખુંદમીરી સાહબ એહ્લે બેંગલોર દ્વારા કરવામા આવેલ તે પછી તમામ મુરશિદીને કિરામ તથા આયોજક કમિટી વતી શુક્રિયાહ બયાન હઝરત પીરો મુરશિદ સૈયદ ઇનાયતુલ્લાહમિયાં સાહબ દ્વારા કરવામા આવેલ વધુ માં જણાવયું કે નમાઝ ની પાબંદી કરવા અને બાળકો ને દિની ઈલ્મ હાશીલ કરવા અને નિકાહ સાદગી થી કરવા, બીજા રિવાજો થી મુક્ત થઈ અને કુરાન અને સુન્નત કે મુતાબ્બિક વ્યક્તિગત જીવન ગુજારવા અને ગુનાહો થી મુકત રહેવા બાબતે અમલ કરવા જણાવ્યું આવ્યું તે પછી અલ્લાહદિયા ચાય તકસીમ કરવામા આવેલ ત્યાર બાદ તસ્બીહ કહી આ કાર્યક્રમ સફળતા પુર્વક પુર્ણ જાહેર કરી સૌ એ વિદાય લીધી. આ ઈસ્લામી મહેદવી મજલીસ મા જુની નગરી  ગામના તેમજ મહેદવી સમાજ ના આસપાસ ના ગામડાઓના લોકો યુવાનોએ ઉત્સાહ ભેર સેવા આપી કાર્યક્રમ ને સફળ બનાવ્યો. 

 

યુટ્યુબ પર કાર્યક્રમ નિહાળવા માટે આ લિંક પર ક્લિક કરો.


 

Post a Comment

0 Comments


Contect Admin

Harunkhan Bihari :- +919909575317

Contact form

Name

Email *

Message *