"બજાણા"
"નાની જતવાડ તથા મોટી જતવાડ"
બ્રિટિશ ગેઝેટના ફોર્બ્સ ના સંશોધન
મુજબ......
બ્રિટિશ શાસન સમયે આ ગામ જાટ લોકોના
હેઠળ હતું. બજાણાના જાટ મૂળભૂત રીતે સિંધના વાંગા બજારમાંથી આવ્યા હતા.
જ્યાંથી તેઓને સિંધના શાસકે તેમને
તેમના ઘરની બે સ્ત્રીઓના લગ્ન રાજશાસકોમાં ન કરાવતા હાંકી કાઢ્યા હતા.
લોકવાયકા મુજબ તે સ્ત્રીઓ સાથે જાટ
અહીં ભાગી આવ્યા હતા અને સિંધના રાજવીઓએ તેમનો પીછો કર્યો હતો. કચ્છ રાજ્યના તે
સમયના શાસક રાવ રાયઘણે તેમને આશરો આપવાની ના પાડી હતી અને તેમને ગુજરાતમાં ખદેડી
દીધા પરંતુ તેમનો સામનો મુનઘરબિયા ગામ પાસે સિંધની સેના સાથે થયો હતો.
જાટ લોકોએ સમર્પણ કરવાની જગ્યાએ
સ્ત્રીઓની સાથે સામૂહિક આત્મહત્યા કરી હતી અને તેમનાં સ્મારકો કચ્છમાં લખુઢ નજીક
જોવા મળે છે.
ત્યારબાદ તેઓ કચ્છનું રણ ઓળંગીને મોરબી
રાજ્યમાં આવ્યા પરંતુ હજુ પણ સિંધની સેના તેમનો પીછો કરતી હતી. તેઓ થાનગઢ નજીક
માંડવ ટેકરીઓ જોડે પહોંચવામાં સફળ થયા અને મુળીના પરમારો પાસે ગયા. પરમારોએ તેમની
સહાયતા માટે સંમત થયા અને તેઓ સિંધની સેનાના આક્રમણની રાહ જોતાં ટેકરીઓમાં થોડો
સમય રહ્યા.
પરંતુ પરમારો મદદે આવ્યા નહી અને તેમના
રાજવી લઘધીરસિંહજીએ એક જાટ સ્ત્રી સુમરીબાઇને નાસી જવામાં મદદ કરી અને તેના ભાઇ
હાલોજીને સિંધીઓને સોંપ્યો.
સિંધીઓએ સુમરીબાઇનો વણોદ સુધી પીછો કર્યો જ્યાં
તેણી જમીનમાં સમાઈ ગયાં તેણીની કબર હજુ ત્યાં આવેલી છે.
ગુજરાત સલ્તનત ના મહમદ બેગડાએ સિંધીઓના
આક્રમણને ખાળવા માટે સેના મોકલી. આ સેનાએ સિંધીઓને હાંકી કાઢ્યા અને હાલોજીને
મુક્ત કરાવ્યો અને તેને અમદાવાદ લઇ ગયા.
જ્યાં તેમણે ઇસ્લામ ધર્મ અંગીકાર
કર્યો. હાલોજીથી ખુશ થયેલા સુલ્તાને તેમને રાણપુર નજીકની ખરાબાની જમીન ભેટ આપી.
હાલોજી સુલ્તાનની આ દયા હાલોજીના અને લઘધરીજીના
નાના ભાઇને એટલી સ્પર્શી ગઇ કે તેઓ સુલ્તાનની સાથે અમદાવાદમાં જોડાયા અને ઇસ્લામ
ધર્મ સ્વિકાર કર્યો,
જ્યાં સુલ્તાને તેમને બોટાદ અને ચોવીસ
ગામોના સૂબા બનાવ્યા. તેમની એક શાખા ધોળકામાં ૧૭૮૦માં સ્થાયી થઇ અને કિલ્લાનો સૂબા
બન્યા.
મલિક હિમત નામના સૂબા અને તેના વંશજો ધોળકાના
કસબાતી તરીકે જાણીતા છે. જાટ લોકો અમદાવાદ આવ્યા અને સુલ્તાનની કુર્નિશ બજાવી,
અને તેમને સુલ્તાને ચાંપાનેર પરના આક્રમણમાં
સમાવેશ કર્યા.
ત્યાં તેમણે બતાવેલી બહાદુરીને કારણ સુલ્તાને
તેમને બજાણા સહિત ચોવીસ ગામોની ભેટ ધરી. આના પછી તુરંત, સુલ્તાનની પરવાનગીથી તેઓએ ઝાલાઓના હાથમાંથી માંડલ મેળવ્યું.
આ ગામ સુલ્તાને મેળવ્યું પરંતુ પડોશના
કેટલાક ગામો જાટોએ જાળવી રાખ્યા. મલિક ઇશાજીએ પોતાને વાલેવડા ખાતે સ્થાપિત કર્યો
અને મલિક લાખા સિતાપુર અને વણોદ ખાતે રહ્યો. મલિક હૈદર ખાન બજાણામાં સ્થાયી થયા,
મલિક ઇસાજીએ ત્યારબાદ રાવમાસના હાથમાંથી વારાહી
જીત્યું અને ત્યાં સ્થાયી થયા
વારાહી અને તેની આજુ-બાજુના ગામો મોટી જતવાડ
કહેવાય છે અને બજાણા અને તેની આજુ-બાજુના ગામો નાની જતવાડ કહેવામાં આવે છે.
સ્ત્રોત:-
Gazetteer of the
Bombay Presidency: Kathiawar (Public Domain text) VIII. Printed at the
Government Central Press, Bombay. ૧૮૮૪. pp. ૩૭૩–૩૭૪.
PD-icon.svg આ લેખ હવે પબ્લિક ડોમેઇનમાં રહેલા
પુસ્તકમાંથી લખાણના અંશો ધરાવે છે: Gazetteer of the Bombay Presidency:
Kathiawar VIII. Printed at the Government Central Press, Bombay. ૧૮૮૪. pp. ૩૭૩–૩૭૪.
લેખક સંશોધક-શાહનવાઝ મલીક
"શાહભાઈ" દસાડા જી.સુરેન્દ્રનગર પીન-૩૮૨૭૫૦
0 Comments
Thank you for visiting our blog and Comments.