વડગામ તાલુકાના મોરીયા ગામે આજે તા. ૦૫/૦૧/૨૦૨૫ ના હિજરી ૪ રજબ ૧૪૪૬ ના સવારે ૧૦.૦૦ થી સાંજ ના ૪.૦૦ વાગ્યા દરમીયાન મહેદવીયા દિની મજલીસનુ આયોજન કરવામા આવ્યુ , અગાઉ પાલનપુર તાલુકાના ચિત્રાસણી ગામે આવી મજલીસનુ આયોજન થયેલ તેની સફળતા બાદ પીરો મુર્શિદોની રાહબરી હેઠળ તેમજ ઉત્તર ગુજરાતના તમામ મહેદવી સમાજોના સાથ સહકારથી આ મુબારક આયોજન આજે વડગામ તાલુકાના મોરીયા ગામે આયોજન થયેલ છે, આ મજલીસ મા અલ્લાહના દીનની અને ઈસ્લામ વ મહેદવીયતની હકીકત અને ખુબીઓ વિશે ઉપસ્સ્થિત તમામ લોકોને વ્યવસ્થીત સમજ પડે તે રીતે આધારભૂત હકીકતો અને હદિશ અને કુરાને પાક ના હવાલાઓ સાથે માહિતગાર કરવામા આવ્યા હતા. આ કાર્યક્રમ મા ઉત્તર ગુજરાત ભરના મહેદવી પંથ ના લોકો બહોળી સંખ્યામા ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમ ની શરુઆત તિલાવતે કુરાન હાફિઝે કુર્આન જનાબ બિહારી ફિરદોસખાન સાહબ થી કરવામા આવી હતી. તે પછી ઈસ્તેકબાલ (સ્વાગત) બયાન ફકીર સૈયદ અતન ખુંદમીરી સાહબ એહલે પાલનપુર દ્વારા કરવામા આવેલ તે પછી બયાન હઝરત મહેદી(અ.સ) નું દસ(10) મી સદી માં આગમન હઝરત રસૂલુલ્લાહ (સ.અ.વ) થી સાબિત છે તે વિશે ફકીર સૈયદ ખુંદમીર મહેદાવી સાહબ એહલે હૈદરાબાદ દ્વારા કરવામા આવેલ તે પછી મોરીયા ગામના મહેદવી ભાઈઓ તરફથી અલ્લાહ દિયા દાવત થયેલ તે બાદ નમાઝે ઝોહર બાદ બયાન મહેદાવી નૌજવાનો નું અમલ કેવું હોવું જોઈએ? ફકીર સૈયદ ખુંદમીર મહેદાવી સાહબ એહલે હૈદરાબાદ દ્વારા કરવામા આવેલ તે પછી બયાન હઝરત રસૂલુલ્લાહ (સ.અ.વ) અને હઝરત મહેદી(અ.સ) ના દાયરા નું અમલ વિશે હઝરત પીરો મુરશિદ સૈયદ મોહંમ્મદ સરફરાઝ મહેદી તશરીફુલ્લાહી સાહબ કિબ્લા એહલે હૈદરાબાદ દ્વારા કરવામા આવેલ તે પછી તમામ મુરશિદીને કિરામ તથા આયોજક કમિટી વતી શુક્રિયાહ બયાન હઝરત પીરો મુરશિદ સૈયદ ઇનાયતુલ્લાહમિયાં સાહબ દ્વારા કરવામા આવેલ તે પછી અલ્લાહદિયા ચાય તકસીમ કરવામા આવેલ ત્યાર બાદ તસ્બીહ કહી આ કાર્યક્રમ સફળતા પુર્વક પુર્ણ જાહેર કરી સૌ એ વિદાય લીધી. આ ઈસ્લામી મહેદવી મજલીસ મા મોરિયા ગામના તેમજ મહેદવી સમાજ ના આસપાસ ના ગામડાઓના લોકો યુવાનોએ ઉત્સાહ ભેર સેવા આપી કાર્યક્રમ ને સફળ બનાવ્યો.
આ ઇસ્લામી મહેદવી મજલીસ ને યુટ્યુબ પર વીડિયો જોવા માટે અહી ક્લિક કરશો.
0 Comments
Thank you for visiting our blog and Comments.