આજ રોજ વડગામ તાલુકાના મોરીયા ગામે 76 માં પ્રજાસત્તાક દિવસે સુવર્ણ જયંતિ મહોત્સવની ઉજવણીના ભાગરૂપે શ્રી પી જી દોશી હાઈસ્કૂલ અને હાયર સેકન્ડરી સ્કૂલ મોરિયા મુકામે ભૂમિ બ્લડ બેન્ક અને બનાસ બ્લડ બેન્કના સહયોગથી રક્તદાન કેમ્પ યોજાયો.
આ પ્રસંગે નવગુજરાત એજ્યુકેશન ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી અશ્વિનભાઈ એસ દોશી નવીનભાઈ પીદોશી તથા પંકજભાઈ પારેખના હસ્તે બ્લડ ડોનેશન કેમ્પ નું ઉદઘાટન કરવામાં આવ્યું. આ રક્તદાન કેમ્પમાં 80 બોટલ રક્ત એકત્રિત કરવામાં આવ્યું.
નવગુજરાત એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખશ્રી તમામ ટ્રસ્ટીગણ ગામ લોકો તેમજશાળાના આચાર્ય શ્રી ગૌરાંગભાઈ પટેલ તથા સમગ્ર શાળાના સ્ટાફ દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું.
0 Comments
Thank you for visiting our blog and Comments.