વડગામ તાલુકાના મેપડા ગામના સંદીપ કુમાર વાઘેલા ઉત્સાહી યુવાન છે જેઓ સતત સમાજ હિત માટે જાગૃત રહીને સામાજિક વિકાસ માટે સતત પ્રયત્નશીલ રહે છે , તેઓ દ્વારા આજ રોજ વિશ્વ ચકલી દિવસ નિમિત્તે ગામ માં ઠેર ઠેર અબોલા પંખીઓને પાણી પીવા માટે પાણીના કુંડા અને પંખીઘર વિતરણ કરવામાં આવ્યું.
માનવી માંગીને પાણી મેળવી તરસ છુપાવી શકે છે અને બોલી ને ઘર માંગી શકે છે પણ અબોલુ જીવ કોના સહારે ક્યાં જાય તે હેતુથી અને ગામે અબોલા જીવ પ્રત્યે લોકોમાં પ્રેમ વધે અને કરુણા નો ભાવ પેદા થાય અને પશુ પંખી અને પ્રકૃતિ પ્રત્યે જનજાગૃતિ વધે અને બચાવ થાય તેવા ઉદ્દેશ સાથે આજ રોજ મેપડા ગામે સંદીપ કુમાર દ્વારા પાણીના કુંડા તથા ચકલી ઘર વિતરણ કરવામાં આવ્યા.
1 Comments
Thanks harunbhai
ReplyDeleteThank you for visiting our blog and Comments.