ફોટો- હારૂનખાન બિહારી, મેપડા, તા. ૨૫/૦૪/૨૦૧૨ |
ગોરસાભાટી-ગોળા
ગોરસાભાટી ગોળા ગામથી ડભાડ ગામે જઈ રહ્યા છે, રસ્તામો સલેમકોટ ગામે સરસ્વતી નદી ગોડીતુર બનીને વહી રહી છે તે સમયે ગોરસાભાટી નદી કિનારે આવીને ઉભા છે,, સરસ્વતી નદીને મનો મન કહે છે કે.... હે સરસ્વતી તારી તાકત ઓછી કર મારે ડભાડ ગામ જવુ છે દિવસ આથમવા આવ્યો છે, હુ આ કિનારાના ગામમો અજાણ્યો છુ, મને આ ગામમો કોઈ ઓળખતુ નથી હુ કોના ઘરે જઈશ એટલે તને વિનંતી કરૂછુ કે તુ મને નદી પાર કરવા દે ...તોય આ સરસ્વતી એક ની બે ના થઈ અને તેની બાહુબળી તાકાત મોથી એક અંશ તાકત ઓછી કરતી નથી અને ઘોડા પુર સાથે વહી રહી છે.
નદી
નો પ્રવાહ મંદ થવાની રાહ જોતો જોતો દિવસ આથમી ગયો છે, રાત્રી પડી ગઈ છે તેઓ કિનારા વિસ્તારના સલેમકોટ
ગામે આવ્યા, ગામમો આવતોજ નાકમો રબારીઓનો
ઘરા હતો, એક રબારીના ઘરે જઈને ઘરનો
દરવાજો ખટખટાવ્યો એ ઘરમોથી કોઈ રબારણબાઈ નીકળી ને તરત જ બોલી કોણ છો,,,? ગોરસાભાટી બોલ્યા..........હૈ બહેન તુ મને રાત
રોકાવા દે મારે ડભાડ ગામ જવુ છે પણ સરસ્વતી નદી ઘોડાપુર વહી રહી છે, હુ સવારે વહેલા જાગી ને વળતો ગોળા ગામ ચાલ્યો
જઈશ, એ રબારણ બાઈએવળતો જવાબ આપ્યો
કે તમે તો મહાપુરુસ છો તમારા જેવો પુરૂસ અમારા ઘર ઓગણે આવ્યો હોય ને અમે તેને અમારા
ઘરે રાત ના રોકાવા દઈએ.....
રબારણ બાઈએ તેમને રાત્રે
ભોજન આપ્યુ, પથારી ની વ્યવ્સ્થા કરી આપી, ગોરસાભાટી રાત્રે સુઈ ગયા સાવારે વહેલા જાગ્યા
ત્યારે રબારણ બાઈએ દાતણ,પાણી કારવ્યા, ગામના બધા રબારીઓ વના વગડે ગાયો ચરાવવા ગયા છે , તે અરસામો ગોરસાભાટી વિદાય લઈ રહ્યા છે તેવામો
તેમને રબારણ બાઈની પ્રેમભાવના ધર્મ બહેનની લાગણી ની યાદા આવી તેઓ એ મનો મન કહ્યુકે
મારી ધર્મ બહેને મારી માટે આટલી ખુબજ સારી વ્યવસ્થા કરી આપી છે તો હુ કદી
તેને ભુલી શકવાનો નથી, તેમજ ધર્મ બહેનના ભાણીયોના
લગ્ન ના સમયે જરૂર તેને સહકાર આપીશ, તેટલી
વિચારણા બાદ તેઓ ઉભા થઈને ભણીયોના લગ્ન સમયેતેને મદદ કરવાની વાત કરીને તેઓ વિદાયલે
છે.
ગોરસાભાટી
સલેમકોટ ગામથી વિદાય લઈનેગોળા ગામ પરત જઈ રહ્યા છે, તેવામો
પોંચડા આસ-પાસ પહોંચ્યા હશે તે વખતે સલેમકોટ ગામે ધોલ–નગારો વાગી રહ્યો હોય છે ત્યા રે તુરંતા જ તેઓ
પોંચડાથી સલેમકોટ પરત ફરેછે,
ત્યારે
સલેમકોટ ગામના લોકોને તેઓ એ પુછ્યુ કે શુ થયુ છે? લોકોએ
જવાબ આપ્યો કે ગામની .........(નામ યાદ નથી) રબારીની ગાયો લુંટાઈ છે, અને તેના પતિને પણ મારી નોખ્યો છેતે લુંટારાઓ
પેપોળ ગામની સીમ તરફ ગયા છે.
આ વાત સોભળતો જ ગોરસાભાટી પવન વેગે તેજ તલવારની જેમ પેપોળ
ગામની સીમમો પહોંચી ગયા સલેમકોટા ગામનુ ખાખરાવાળા ખેતર્મો લુંટારાઓ સાથે
મીલન થઈ ગયુ ગોરસાભાટીએ લુંટારાઓનો ચહેરો જોયો અને કહેયુ કે
....ઓ.....હો.....હો....ઓ.....તમે મારા મામા છો તમે આ શુ કર્યુ ? હુ તમારો ભાણેજ છુ, આ ગાયો નુ ધણ મારી ધર્મ બહેન નુ છે એ તો તમારી
ભાણી મારી કુવાસી છે તમે આ કુવાસી નુ ધણ લુંટીને લઈ જાઓ તે યોગ્ય જ નથી, સુર્ય દેવ મધ્યમો આવી ગયા છે મામા- ભાણેજ નુ આ
શબ્દયુધ્ધ ચાલી રહ્યુ છે,ભાણો મામા ને સમજાવે છે , ગોરસાભાટીકહે છે કે હૈ મામા મારી કુવાસીના ધણ તેમજ
તેના બચાવ માટે મારી કુરબાની આપી દેવા તૈયાર છુ, તમે
માની જાઓ તમે મારા મામા છો,આ મામો વિકરાળ છાતી ધરાવીને
કાળ બનીને આવ્યો છે, આ મામો ભાણીયા ના એક શબ્દ
માનવા તૈયારા નથી, ભાણીયો છેલ્લી ઘડીએ યુધ્ધ
મેદાનમો એલાન કરે છે કે...મામા.....મામા....મામા....તામારા દેહ મો તલવાર ચલાવવા
તૈયાર રહો.
આ
શબ્દનુ એલાન થતો જ મામા-ભાણેજ વચ્ચે ઘમાસાણ યુધ્ધ ચાલુ ચાલુ થયુ, મામા નુ સૈન્ય ખાલી થતુ જાય છે તે ઘડીએ
ગોરસાભાટી ઘાયલ થાય છે, ગોરસાભાટી ના દેહ મો તલવાર-
ભાલાના અગણીત ઘા લાગ્યા છે તોય તેઓ વિરતા પુર્વક લડી રહ્યો છે તેમનુ દેહ લોહીમો લથ
બથ થઈને ખાખરાવાળા ખેતરમો મુકીને લુંટારાઓ ચાલ્યા જાય છે.
સંધ્યા કાળ થવામો થોડોકસમય બાકી હોય છે. ગોરસાભાટી નો દેહ
છેલ્લી ઘડીએ ડગુ મગુ થઈ રહ્યુ છે,
તેમની
કાયા પાણી, ભોજન વિના તડૅપી રહી છે.
સુર્યદેવ આથમવા જઈ રહ્યો છે તે ઘડીએ ગોરસાભાટીનો પવિત્ર દેહ આ ફાની દુનિયા છોડી દે
છે. આ ગોરસાભાટી ખુબજ વિરતા પુર્વક લડીને લુંટારાનોનો ક્ત્લ કરીને શહિદ થયા છે
તેવા વિર પુરૂસ આજે ગોરસાપીરતરીકે ઓળખાય છે, તેમનીદફન
વિધી તે શહિદી સ્થળ પર જ કરવામો આવી છે. આ સ્થળે દર વર્સે રજબ મહિનાની 30 તારીખે ઉર્સ ઉજવાય છે ત્યા ઘણી મોટી સંખ્યામા લોકો ઉમટી પડે છે.
વિહારી હારૂનખાન
મહેમુદખાન (મેપડા) - ૯૯૦૯૫૭૫૩૧૭
0 Comments
Thank you for visiting our blog and Comments.