Ad Code

બાળકનો વતન પ્રેમ.


આજના વિજ્ઞાન અને ટેકનોલોજી ના જમાના માં બાળક વધુ સારૂ અને ઉચ્ચ કવોલીટી જ્ઞાન હાસીલ કરે તેવી તમામ માવતરો ની ઝંખના હોય છે  પણ કરે શું પોતાના વતન માં કોઈ સારી શાળા કોલેજ ના હોવાથી તેઓને બાળકોને દુર ભણવા માટે મુકવા માં આવે છે  જયાં બાળક એકલુ હોસ્ટેલ   ભાડાના રૂમા માં રહીને ભણતું હોય છે તેના માવતરો ગામડીયામાં ખેતી ના ધંધા સાથે જોડાયેલ હોવાથી તેઓ તેના સાથે કોઈ પણ પ્રકારનું ધ્યાન દોરી શકતા નથી  જેથી માવતરો થી દંુર ગયેલ બાળક પર ખરાબ અસરો પડવાનું શરૂ થઈ જતા હોય છે તેને સારા સંસ્કાર મળવાને બદલે ખરાબ સંસ્કારો તરફ ધકેલાઈ જતું હોય છે.
જેમાં બાળક માવતરો થી દુર રહેતો માવતરોએ તેના પ્રત્યે ધ્યાન દોરી શિક્ષણ અપાવવા પ્રયત્નો કરવા જોઈએ. તે બાળક તેમના થી દુર રહીને ખરાબ ટેવો જેવી કે વ્યસન જુગાર ચોરી લુખ્ખાગીરી જેવી બાબતો સાથે સંકળાઈ રહયો છે શું હોસ્ટેલના ગુહપતી તેના પર વ્યવસ્થિત રીતે ધ્યાન દોરે છે? તે બાળક શાળા કે હોસ્ટેલ માં કોઈ ખરાબ વર્તન તો નથી કરતો ને? આવી બાબતો પર માવતરોએ ચકાસણી કરવી જોઈએ.તો જઆપણા બાળકોનું ભાવી બગડશે નહી  બાળક દુર રહીને આવા તત્વો સાથે જોડાઈ જશે તો તે સારા ખાનદાની ઘર ને બરબાદ કરી નાખશે.
જેમ વુક્ષની કુમળી ડાળીને વાળો તેમ વળી જાય છે  પછી તેને વાળવા જશો તો તે ભાંગી જશે.એટલે જ તમે તમારા બાળકોને નાની ઉમરથી જ સારા માર્ગે વાળવાની કોશીષ કરો. અથાગ શ્રમ અને સમય આપીને બાળકને સુધારવાની કોશીષ કરવી જોઈએ. બાળકન ગેર માર્ગે જતુ હોય ત્યારે તેને ટકોર કરવી જોઈએ  તેને હંમેશા તમારી નઝર હેઠળ ની શાળાઓ માં જ ભણવા બેસાડવો જયાં સંસ્કારો નુ સીંચન થતુ હોય તો ત્યાં સારી કેળવણી પ્રાપ્ત થતી હોય છે.તમારૂ બાળક એકલુ જેટલુ દુર જશે એટલુ બગડશે કેમ કે તેના પર તેના માવતરો નુ નિયંત્રણ નહી હોય  જેથી બાળક ને જે માવતરો ની ડર હોય છે તે તમામ ડર દુર થઈ જશે તે ભવિસ્યમાં મોટી મુસ્કેલી તરફ પણ ધકેલી શકે છે. 
જો બાળક તેના માવતરો સાથે રહેછે તો તે અનેક પ્રકારની સીદ્વીઓ હાસીલ કરી શકે છે. જેથી બાળકને તેના બાલ્યાવસ્થમાં તમારા થી દુર મત કરો બાળકનું બાળપણ એ માતા પીતા ની સાનીધ્ય માં રહેવા માટે હોય છે તેને કયોય ધકેલી દેવા માટે હોતું નથી જો તેને દુરી હોસ્ટેલો માં ભણવામાં મુકવામાં આવે તો તે હોસ્ટેલ પર વાલીઓએ ધ્યાન દોરવુ જોઈએ અને બાળકની તમામ ગતી વિધી પર ધ્યાન રાખવું જોઈએ  જેથી બાળક ખરાબ માર્ગે જતું અટકાવી શકાસે. 
ઘણા બાળકો પોતાના માવતરોથી દુર રહીને અભ્યાસ કર્યા પછી ખરાબ સોબત તરફ ધકેલાઈ જતા હોય છે જેમાં આજના કળયુગમાં વધતી જતી માંઘવારી  ગરીબી  અને પછાત પણા માં ગણા યુવાનો ને રોજગારી ના મળવાને કારણે ખરાબ તત્વો સાથે જોડાય જતા હોય છે. જેની મોટી અસર તેના પરીવાર અને કુળ ની ઈજજત પર પડતી હોય છે. આપણુ બાળક આવા ખરાબ માર્ગે જઈ રહયુ છે તે આપણે જાતે તેની નીશાનીઓ પરથી નકકી કરવાનું હોય છે  જે માવતરો પાસેથી પૈસાનો પાણીની જેમ ઉપયોગ કરવો  વ્યસન કરવો  ચોરી કરવી  જુગાર રમવો માવતરો ના કહયા માં ના રહેવુ.જેવા નીશાનીઓ નઝરે પડે તો તુરંત જ તેના પર ધ્યાન કેન્દ્રીત કરીને તેવી બદીઓથી દુર કરવા ના પ્રયત્નો કરવા જેમ કુમળી ડાળી જેમ વાળો એમ વળે પછી તે કાબુ માં ના રહે તેમ આવા બાળકો ને પણ શરૂઆત થી જ વાળવાનો પ્રયત્નો કરશો તો તે જરૂર સારા માર્ગે વળી જશે.
જો તમારૂ બાળક આવા તત્વો સાથે જોડાય જશે તો તમો કંઈ કામના રહી શકતા નથી  હંમેશા મોઢુ નીચું કરવાનો જ વારો આવશે.બાળકને સુધારવાની જવાબદારી તેના માવતરોની હોય છે.જો તેના માવતરો તેની જવાબદારી નહી નીભાવી શકે તો કોણ બાળકો પ્રત્યે ધ્યાન દોરશે.આવા યુવાનો કોઈ ધંધા સાથે જોડાયેલા હોય તો તેઓને હંમેશા મંદી જ રહેતી હોય છે તેઓને કદી પણ તેજી આવતી નથી  કેમ કે તેઓ નો સંઘ ખરાબ લોકોનો સંઘ હોય છે  તે પૈસા આવ તા ને આવતા વરસાદ વરસાવવા લાગતા હોય છે  આવા બાળકો  માવતરોની ઈજજત ની સાથે સાથે ધનદોલતની પણ બરબાદી કરી નાખતાં હોય છે  અત્યારના યુગમાં આ લોકોમાં વધુ ને વધુ પ્રમાણ માં વધારો થઈ રહયો છે જેનાથી તેઓના સમાજ અને તેમના પરીવાર પર ખરાબ અસર પડતી હોય છે. ં
અને ઘણા બાળકો એવા પણ છે જે માવતરો થી દુર રહે છે તે છતાં પણ પ્રગતિના પંથે આગળ પહોંચી શકયા છે. પણ તેનું મુળ કારણ તેના માતરો દ્રારા તેમની દૈનિક ગતી વિધી ઓ પર ધ્યાન દોરવામાં આવતું હોવાથી જેથી તે બાળક પ્રગતિના શીખરે સહેલાઈ થી પહોંચી શકતા હોય છે.
આથી આપણે આપણા બાળકને દુર ભણવા માટે સારા સંસ્કાર મેળવે તે માટે મુકીએ છીએ પણ તેને સારા સંસ્કારો માટે મુકતા હોઈેએ તો તેની શાળા સંચાલન ટીમ કે વાલીઓ દ્રારા તે બાળકો પર ધ્યાન દોરવામાં આવે તો જ તે સારા સંસ્કાર પ્રાપ્ત કરી શકસે. પણ સારી શાળા પણ ના હોય અને માવતરો દ્રારા ધ્યાન દોરવામાં પણ ના આવે તો શુ સ્થિતી ઉત્પન્ન થાય તે જરા વિચાર શો.
તો આપણે આપણા બાળકને તેના વતનથી દુર ના કરવુ જોઈએ તેના વતન માં હશે તો તે ગામ કે મહોલ્લા ના લોકો થી પરીચીત બની શકસે અને તેઓની સાથે રહીને સારી રહેણી કહેણી અને સાા સંસ્કાર પણ પ્રાપ્ત કરી શકસે. જેથી આપણા બાળક ને દુર ભણવા રાખો તો પણ વર્ષ ના અમુક સમયે તેના વતન પ્રત્યે પરીચય કરાવવો તો જ આ બાળક ને ગ્રામ વતન પ્રત્યે પ્રેમ જાગશે તો દેશ પ્રેમ પણ ગદગદીત થઈને ઉભરી આવશે.
આથી આપણે આપણા બાળકને ગમે તેટલો દુર રાખો પણ તેની તમામ ગતી વિધીયો પર ધ્યાન આપો અને તેને જે શાળા માં અભ્યાસ અર્થે  પ્રવેશ આપવામાં આવ્યો હોય તે શાળા સાથે સતત સંપર્ક માં રહેવું જેથી બાળક પર આપણે સચોટ રીતે ધ્યાન દોરી શકી અને તેને સફળતા અપવાાવામાં મદદગાર બની શકીએ.
લેખઃ બિહારી હારૂનખાન મહેમુદખાન  મેપડા વડગામ

Post a Comment

0 Comments


Contect Admin

Harunkhan Bihari :- +919909575317

Contact form

Name

Email *

Message *