આપી શહાદત હજરત ઈમામ
હુસેને જીવીત બન્યુ ધર્મે ઈસ્લામ.
આવ્યો રે અંત ખિલાફતે રાશેદાનો,
સત્તા ગઈ હઝરત મવાઈયા ના હાથ,
આપ્યો હક્ક વારીસ પુત્ર યઝીદ ના હાથ,
શાનો શોકત પર જીવન ગુજારવા લાગ્યો યજીદ,
સર ટેકવા લાગ્યા જુલ્મ, અત્યાચાર, અને પેસાની લાલચ મઓ યજીદ ને,
સહન ન કરી શક્યા સાચા અલ્લાહ ના બંદાઓ,
કર્યો બુલંદ અવાઝ ઈસ્લામી વિરૂધ્ધ ક્રુત્યો અને જુલ્મો સામે,
હતા ક્રાંતિવિર તે હઝરત ઈમામ હુસેન ઈબ્ને હઝરત અલી,
તડપાવ્યા બાળ, બચ્ચાઓને, પાણી ખોરાક વિના યઝીદ ને,
ન હતો કોઈ ઉપાય શરૂ કર્યા વગર જંગ યઝીદ ને સામે,
મદીના થી દુર કરબલાના મેદાને ટકરાયા યઝીદ અને હઝરત હુસેન,
જંગ જામ્યો કરબલાના મેદાન મો લોહીમો લથબથ બની ધરતિ કરબલાની,
હતી શક્તિ અલાહના ઘર ની દુશ્મનનો વિનાશ કરવા,
પુર્ણ કર્યા મકશદ હઝરત ઈમામ હુસેને,
આપી શહાદત હઝરત ઈમામ હુસેને જીવીત બન્યુ ધર્મે ઈસ્લામ,
શોર્ય, એકતા, શાંતિ,વિરતા નુ પ્રતિક બન્યુ ધર્મે ઈસ્લામ,
કાવ્ય- હારૂનખાન વિહારી- મેપડા
0 Comments
Thank you for visiting our blog and Comments.