પોસ્ટ મેટ્રીક શીષ્યવૃતિ યોજના
v પોસ્ટ મેટ્રીક શીષ્યવૃતિ લઘુમતિ સમુદાય ના ધો.૧૧ થી
પી.એચ.ડી માં અભ્યાસ કરતા વિધાર્થીઓને આપવામાં આવે છે. જેમાં ટેકનીકલ અને ઔધોગીક તાલીમ
શામેલ હોય.
ધારા ધોરણઃ
v વિધાર્થીના માતા પિતાની વાર્ષીક આવક ર (બે) લાખ રૂ,ીયા થી ઓછી હોવી જોઈએ.વિધાર્થી ઔધોગીક પ્રશિક્ષણ સંસ્થાઓ (આઈ.ટી.આઈ) ઔધોગીક પ્રશિક્ષણ કેન્દ્રો (રાષ્ટ્રીય
વ્યવસાયીક પ્રશિક્ષણ પરીશદ થી જોડાયેલ.) માં ધોરણ ૧૧ અને ૧ર સ્તર ના ટેકનીકલ અને વ્યવસાયીક
અભ્યાસક્રમો સાથે સરકારી શાળા/કોલેજ/સંસ્થાઓ અને કોઈ અન્ય સમુચીત પ્રાધિકરણ દ્રારા
માન્યતા પ્રાપ્ત ખાનગી શાળાઓ/સંસ્થાઓમાં અભ્યાસ કરતા હોવા જોઈએ. શીષ્યવૃતિ મેળવવા માટે આગલા વર્ષ પ૦ ટકા થી વધુ ટકા
મેળવેલ હોવા જોઈએ. આ યોજના માટે લાભ મેળવવા ઈચ્છુક વિધાર્થીને બીજી અન્ય
યોજનામાં લાભ મળવા પાત્ર નથી.
પાત્રતા:
v આ યોજના અંતર્ગત નીચે પ્રમાણે ની સુવિધાઓ આપવામાં આવશે.
v ધોરણ ૧૧ થી ૧ર સુધી ના માં અભ્યાસ કરતા વિધાર્થીઓ જે છાત્રાલય માં રહેતા
હોય કે ના રહેતા હોય તેઓને વધુમાં વધુ ૭૦૦૦/ રૂા. દર વર્ષે તેમજ ભરેલી શિક્ષણ ફી અને પ્રવેશ ફી ની રકમ મળવા પાત્ર છે.
v ધોરણ ૧૧ થી ૧ર સ્તર ના ટેકનીકલ અને વ્યવસાયીક અભ્યાસ
કરતા વિધાર્થીઓ જે છાત્રાલય માં રહેતા હોય કે ના રહેતા હોય તેઓને વધુમાં વધુ ૧૦,૦૦૦/ રૂા. વર્ષે અથવા ભરેલી શિક્ષણ ફી
અને પ્રવેશ ફી ની રકમ મળવા પાત્ર છે.
v ધોરણ ૧૧ થી ૧ર સ્તર ના ટેકનીકલ અને વ્યવસાયીક અભ્યાસ
કરતા વિધાર્થીઓ જે છાત્રાલય માં રહેતા હોય તેઓને વધુમાં વધુ ર૩૦/ રૂા. દર મહીને અનુરક્ષણ
ભથ્થા તરીકે મળવા પાત્ર છે.
v પુર્વ સ્નાતક, સ્નાતક, અનુસ્નાતક સ્તર કે ટેકનીકલ અને વ્યવસાયીક અભ્યાસક્રમાં સીવાય અન્ય અભ્યાસ કરતા
વિધાર્થીઓ જે છાત્રાલય માં રહેતા હોય તેવા
વિધાર્થીઓને પ૭૦/ રૂા. તેમજ જે વિધાર્થીઓ જે છાત્રાલય માં ના રહેતા હોય તેવા વિધાર્થીઓને ૩૦૦/
રૂા. દર મહીને અનુરક્ષણ ભથ્થા તરીકે મળવા પાત્ર છે.
v ૩૦ ટકા શીષ્યવૃતિ મહીલાઓ માટે અનામત રાખેલી છે.
v પોસ્ટ મેટ્રીક શીષ્યવૃતિ મેળવવા માટે ઓનલાઈન ફોર્મ
ભરવામાં આવે છે જેની વેબસાઈટ
ઓનલાઈન ફોર્મ સાથે
સ્કેન કરીને અપલોડ કરવાના પ્રમાણપત્રો.
v પાસ્પોર્ટ સાઈઝ નો ફોટોગ્રાફ.
v શૈક્ષણીક લાયકાત ને લગતાં પ્રમાણપત્ર.
v રેશનકાર્ડ ની ઝેરોક્ષ.
v આધાર કાર્ડ ની ઝેરોક્ષ.
v બેંક પાસ બુક ની ઝેરોક્ષ.
v આવક નું પ્રમાણ પત્ર (તાલકા વિકાસ અધિકારી).
v શાળા / કોલેજ / સંસ્થા ચકાસણી ફોર્મ.
v વિધાર્થી ઘોષણાપત્ર.
v ફી ભર્યા ની પાવતી (રોલ નંબર અને તારીખ સાથે.)
0 Comments
Thank you for visiting our blog and Comments.