જુનાડીસામાં મુસ્લિમ સમાજ દ્વારા જિલ્લા ના ઇજ્તેમા ( ધાર્મિક સમ્મેલન ) અને હિંદુ-મુસ્લીમ એકતા સન્મેલન યોજાયો.
જુનાડીસામાં જુનાડીસા મુસ્લિમ
સમાજ આયોજિત જિલ્લા ના ઇજ્તેમા ( ધાર્મિક સમ્મેલન ) ૧૮-૧૯-૨૦ દરમીયાન ઈજ્તેમાહ યોજાયો જેમો ત્રણ દિવસ દરમીયાન બિરાદરીના લોકો એ ખુબજ જહેમત ઉઠાવી આ કાર્યક્રમ ને સફળ બનાવ્યો છે,૨૦ એપ્રીલે આ ઇજ્તેમાહ દુઆ સાથે સંપન્ન થયો. આ ઇજ્તેમાહ દરમીયાન તા. ૧૬-૦૪-૨૦૧૭ ના રોજ હિંદુ મુસ્લીમ એકતા સન્મેલાન પણ યોજાયો હતો. જેમો જેમા મુખ્ય મહેમાન શ્રી જફર સાહેબ ( ગાંધીનગર ના પૂર્વ ચીફ એક્ઝુટીવ
Engineer ),બનાસકાંઠા જિલ્લા પંચાયત પ્રમુખ, ડીસા ના ધારાસભ્ય, ડીસા
પાલિકા પ્રમુખ, ડીસા ભાજપ પ્રમુખ અને BK news ના મેનેજર, ડીસા ના
મામલતદાર, ડીસના કનુ ભાઇ વ્યાસ, ડીસા ના ડો. નાગર સાહેબ, ડીસા ના
ડો. સી કે પટેલ સાહેબ , ડો. એમ સી પટેલ સાહેબ ,બનાસકાંઠા
S.T.ડાયરેક્ટર, ડીસા ના પ્રખ્યાત વકીલ શ્રી અશોક ભાઇ જોશી તેમજ અન્ય
મહાનુભાવો એ અમારા આમંત્રણને માન આપી પધારવા, સાથ સહકાર આપવા બદલ આપ સહુ
મહાનુભાવોનુ જુનાડીસા તેમજ સમગ્ર બનાસકાંઠા મુસ્લિમ સમાજ આભાર માને છે.
૧૮/૧૯/૨૦ ના રોજ ડીસા ઈજતેમા ગાહની જગ્યા પર આપણા તમામ હિન્દુ
ભાઈયો ને પણ દાઅવત આપી છે ભાઈયો ખુબ ખુબ અખલાક પેસ કરેલ.પોલીસવડા બડગુજર
સાહેબ નો કાયદો ને વ્યવસ્થા જાળવણી રૂપી એમના સાથ સહકાર બદલ આભાર.આપણા
હિન્દુ ભાઈયો યે ઈજતેમા નો ખરચો આપવાની તૈયારી બિરદાવવા લાયક હતું એમના
પ્રેમ અને લાગણીઓ બદલ એમનો ખુબ ખુબ આભાર પરંતુ તમામ બંદોબસ્ત ને આયોજન
પહેલેથી જ થઈ ગયેલ હતો તેમ છતાં પણ ફુલ નહી તો ફુલની પાંખડી રૂપી પ્રેમ થકી
એમના થકી છાસ ની પરબ ઈનો પણ બંદોબસ્ત થઈ ગયો હતો અને આ ત્રણ દિવસના
ઈજતેમામાં જે પણ વોલ્યુન્ટીયર કામ કરી રહ્યા છે એમના માટે આઈસક્રીમ ની
વ્યવસ્થા ના પ્રેમને હ્રદયથી સ્વીકાર્યુ .આ છે આપણું મુલ્ક ભારત અમન,
પ્રેમ, ભાઈચારાનુ પ્રતીક.. યા અલ્લાહ આપણા મુલ્ક ને કોઈ ની નજર ના લાગે..
ખુદા આપણા હિન્દુ ભાઈ અને મુસ્લીમ ભાઈયો ને આવી એકતા અને આવી દિલ ની
મહોબ્બત કાયમ બરકરાર રાખે એ જ દુઆ.. આમીન..
0 Comments
Thank you for visiting our blog and Comments.