પાટડી તથા વિરમગામ
ગુજરાતમાં
પાટીદારો કણબીઓ ને જાગીરો કઈ રીતે મળી ?
વિરમગામના
વિરમદેવે કોઈ દરગાહ પર જતી મહંમદ બેગડાની બેગમને ભૂલથી કેદ કરી લીધી હતી.
બેગમને છોડાવવા
ચાંપાનેર યુદ્ધમાં બેગડાના રાજકેદી તરીકે પકડાયેલા મૂળ ઇડરની બાજુમાં આવેલા કાવર
ગામના કડવા પાટીદાર કુળના વેરીસિંહજીને બેગડાએ વાટાઘાટ કરી બેગમને લઈ આવવા અને
વિરમદેવને સબક શીખવાડવા વિરમગામ પર ચડાઈ કરાવી હતી,
આ વેરીસિંહજીએ વિરમદેવને(જેમણે વિરમગામ
વસાવ્યું) હરાવીને બેગડાની બેગમને મુકત કરી અમદાવાદ લઈ જઈ બેગડાને સુપરત કર્યા,
પાટીદાર વેરીસિંહજી ના આ સાહસથી પ્રસન્ન થયેલા
મહંમદ બેગડાએ ઇ.સ ૧૪૮૪ માં વિરમગામની જાગીર સ્વતંત્ર રીતે ભોગવવા માટે બક્ષીસમાં
આપી.
જે મોગલ શાસકોએ
પણ માન્ય રાખતા વેરીસિંહના વંશજોએ ઇસ ૧૭૪૧ સુધી વિરમગામ પર રાજ કર્યું હતું.
ઇસ ૧૭૪૦માં
વડોદરાના રાજા દામાજીરાવ ગાયકવાડના સેનાપતિ રંગોજીએ વિરમગામ પર ચડાઇ કરતા
વેરીસિંહના વંશજ ભાવસિંહે સમાધાન કર્યુ અને તેઓ તેમની રાજધાની વિરમગામથી પાટડી લઇ
ગયા હતા.
પાટડી પર રાજ
કરનારા પાટીદારોને દેસાઇનું બિરુદ મુગલ શહેનશાહ જહાંગીરે આપ્યું હતું, પાટીદાર શાસકોને અંગ્રેજ સરકારે પણ ફોજદારી ગુનામાં ત્રણ વર્ષની જેલ
અને રુપિયા પાંચ હજાર સુધીનો દંડ કરવાની સત્તા આપી હતી,
એટલું જ નહી દિવાની
કેસમાં ૧૦ હજાર સુધીનો દંડ કરવાની પણ સત્તાઆપી હતી. પાટડીમાં પાટીદારો પહેલા ઝાલા
વંશના શાસકો રાજ કરતા હતા તેમનો પણ ઉજળો ઇતિહાસ છે.
લેખક-શાહનવાઝ
મલીક "શાહભાઈ" દસાડા
0 Comments
Thank you for visiting our blog and Comments.