Ad Code

કટોસણ સ્ટેટ


કટોસણ સ્ટેટ

કટોસણ સ્ટેટના રાજવી  ઝાલા રાજપૂત કુળના હતા.  રાજા કેશર મકવાણાના પુત્ર હરપાળજી એ પાટડીમાં રાજગાદી સ્થાપી. એમના વંશજ ઝાલા મકવાણા કહેવાયા. હરપાળજીની ચોથી પેઢીએ  કુંવરે સામંતસિહે કટોસણ પાસેના સાંથલમાં ગાદી સ્થાપી. એમના મોટા ભાઈના વંશજ ધ્રાંગધ્રાં , વાંકાનેર, લીંબડી, વઢવાણ, સાયલા, ચૂડા વગેરે સ્થળોએ રાજ્ય જરત થયા. એનાથી નાના ભાઈએ ઈલોલમાં રાજ્ય સ્થાપ્યું.

સાંથલમાં ખાનાજી નામે પૂર્વજ થયા. એમણે મહમૂદ બેગડાના રાજ્યમાં ઉપદ્રવ કરતા કાળા ભીલને મારી નાખી બાદશાહને પ્રસન્ન કર્યો ને કટોસણની આજુબાજુન ૮૪ ગામ ઇનામમાં પ્રાપ્ત કર્યાં. એમણે સાંથલની ગાદી કટોસણ ખસેડી.

ખાનાજીની દસમી પેઢીએ ઠાકોર
જસવંતસિંહજી થયા. એમના પછી હરપાળજી, હરખાજી, નારાયણજી અને રાયસિહજી નામે ઠાકોર ગાદીએ આવ્યા. પછી અજબસિંહજીએ ( લગભગ ૧૭૪૭) કટોસણનું રાજ્ય ઘણું વધાર્યું. એમના વખતમાં મરાઠાઓએ કટોસણ પર ચડાઈ કરી ખંડણી લીધી. અજબસિંહજીએ જોધપુરના મહારાજા વખતસિંહજી તથા એમના ભાઈ અભયસિંહજીને મદદ કરી પ્રસન્ન કરેલા. તેથી તેઓએ એમને ઘણી બક્ષિસ આપેલી. જેનાથી એમની ખ્યાતી વધવ પામેલી.

રાધનપુરના નવાબને ઈડરગઢ પરના આક્રમણમાં મદદ કરવા બદલ અજબસિંહજીએ ઈડરના મહારાવને રૂપિયા સાઠ હજારનો દંડ ભરવો પડેલો. સૂરજમલજીએ ગાયકવાડ ફતેસિંહરાવને પ્રસન્ન કરેલા. પરંતુ બાળ વયના બનેસિંહના વખતમાં મલ્હારરાવ ગાયકવાડે કટોસણ કબજે કરી લૂંટી લીધેલું. થોડા વખતમાં ગાયકવાડ સરકારે મલ્હારરાવને વશ કરી બનેસિંહજી (મૃ. ૧૮૧૮) ને કટોસણ પાછું અપાવ્યું. ઠાકોર રાણોજીના સમયમાં મહીકાંઠા એજંસી સ્થપાઈ (૧૮૨૨). તેઓ લૂંટારાઓને વશ કરવામાં એજંસીને સક્રિય મદદ કરતા હતા.

ખંડેરાવ ગાયકવાડ પાટણ આવ્યા ત્યારે રાણોજીએ એમને કટોસણ આવવા નિમંત્રી સારી એવી આગતા સ્વાગતા કરી હતી. રાણોજી ૫૧ વર્ષ રાજ્ય ભોગવી ૧૮૬૯માં મૃત્યુ પામ્યા. એમના પછી કુંવર કરણસિંહજી ગાદીએ આવ્યા. એમણે ૩૧ વર્ષ રાજ્ય કરી પોતાની રિયાસતની આબાદી વધારી. એમના પછી પાટવી કુંવર તખતસિહજી ગાદીએ આવ્યા(૧૯૦૧), ૧૯૧૧માં આ રિયાસતને ત્રીજા વર્ગનો દરજ્જો મળેલો. ઉત્તર અને મધ્ય ગુજરાતના ઝાલા વંશની જાતિઓ મુખ્યત્વે ઉપર જણાવેલા રિયાસતોના ભાયાતો છે.

લેખક-સંશોધન-શાહનવાઝ મલીક તથા
પોપટ ભાઈ પટેલ- ઘેલડા

Post a Comment

0 Comments


Contect Admin

Harunkhan Bihari :- +919909575317

Contact form

Name

Email *

Message *