સને ઈસ. 1900 ના *ખાનેસુમારી* કાયદાની રૂએ *મેપડા* (વડગામ) ગામના *ઠાકોર સાહેબ શ્રી વિહારી બાદરખાનજી મુરાદખાનજી* ને *એન્યુમેટર* તરીકે *22-02-1901* ના રોજ નિમણૂક કરવામાં આવી હતી, જેઓને *ખાનેસુમારી* ના અધિકારી તરીકે તમામ સત્તાનો અમલ કરવાનો અધિકાર આપવામાં આવ્યો હતો.
*આર. ઈ. ઈન્થોવેન*
*વસ્તી ગણતરીના પ્રોવીઝનલ સુપ્રીન્ટેડેન્ટ*
*માણેકલાલ સુખદેવ*
*સુપર વાઈઝર*
(સહી)
-એન્યુમેટર નિમણુક પત્રમાંથી નકલ કરી.
ખાનેસુમારી કાયદો એટલે વસ્તી ગણતરી કરવી, અને એન્યુમેટર એટલે ગણતરીદાર, જે આપણા ચિત્રોડા તાલુકાની પ્રથમ વસ્તી ગણતરી *મેપડા ગામના ઠાકોર સાહેબ શ્રી વિહારી બાદરખાનજી મુરાદખાનજી* ના હસ્તક કરવામાં આવેલી છે.જેઓ ચિત્રોડા તાલુકા ના *ફેરણી ફોજદાર* પણ હતા. તેમની આ કામગીરી તેઓએ સંતોષકારક નિભાવી તે બદલ ઈનામ પણ આપવામાં આવેલ. જેથી આપણા ચિત્રોડા તાલુકાની પ્રથમ વસ્તી ગણતરી થયે *117* વર્ષ થયા છે.
*અત્યારે વડગામ તાલુકો છે જે વર્ષો અગાઉ આપણો તાલુકો ચિત્રોડા તાલુકા હતો.
વસ્તી
૧૦૮૦ સ્ત્રી
૮૯૬૬ પુરુષ
કુલ ૧૦૦૩૬
જાતિ વાઈઝ ગણતરી થયેલ છે પણ અક્ષરો વાંચતા નથી જે વાંચ્યા બાદ વધુ વિગતો આપવામાં આવશે.
*ઐતિહાસિક માહિતી આપનાર*
*બિહારી હારૂનખાન મહેમુદખાન- મેપડા*
*Advertise*
https://dhandharstore.co.in/
0 Comments
Thank you for visiting our blog and Comments.