Ad Code

ઉમરેચા ગામે કોમી એકતાની પ્રતિક ઐતિહાસિક નસીરાપીર દરગાહનો જીર્ણોદ્ધાર કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો. The restoration program of historical Nasirapir Dargah, a symbol of communal unity, was successfully completed at Umrecha village.

ઉમરેચા ગામે કોમી એકતાની પ્રતિક ઐતિહાસિક નસીરાપીર દરગાહનો જીર્ણોદ્ધાર કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો


*મને આજે ભારતમાં અંગ્રેજોના આગમન પહેલાંનું ભારત ઉમરેચા ગામે દ્રશ્યમાન થયું, જે  સમયે હિન્દુ કોણ?  કે મુસ્લિમ કોણ ? એ જાણવુ મુશ્કેલ હતું કેમ કે એ સમયે સૌ સાથે હળી મળીને રહેતાં હતાં, તેવી કોમી એકતાઆજે ઉમરેચા ગામે દ્રશ્યમાન થઈ. - હારૂનખાન બિહારી-મેપડા*

આજે તા.25-11-2018 ના રવિવારના રોજ વડગામ તાલુકાના ગાયકવાડ પાલનપુર ની શરહદે આવેલ ધાણધાર અને વડગામ તાલુકાનુ છેવાડાના *ઉમરેચા* ગામે કોમી એકતાનુ પ્રતિક સમાન *નશીરાપીર* દરગાહનો જીર્ણોદ્ધાર નો પ્રસંગનો આયોજન કરવામાં આવેલ હતો, આ પ્રસંગે બનાસકાંઠા જીલ્લા પ્રમુખ શ્રી પીનાબેન ઠાકોર,  ભીખુભાઈ બિહારી,  લક્ષમીબેન કરેણ, મનોજભાઈ પટેલ, (પાટણ) ડો. જગદીશ ઠાકોર, પાલનપુર આશ્રમના સીતારામ બાપુ,  પુર્વ ધારાસભ્ય મણીભાઈ વાઘેલા, મેગા તાલુકા સીટના ડેલિગેટ જહીરૂદ્દીનખાન બિહારી, નાગજીભાઈ નાંદોત્રા (ગોગના ભુવાજી), નાનોસણા સરપંચ, ગીડાસણ સરપંચ અને જીકેટીએસ ના ઉપ પ્રમુખ રમૂજી ઠાકોર તેમજ ઉમરેચા આસપાસના ગામડાઓની અસંખ્ય  હિન્દુ - મુસ્લિમ લોકો પોતાનો અમુલ્યવાન સમય આપી હાજર રહ્યા હતા, 
આ પ્રસંગે ગામમાં વરઘોડો કરવામાં આવ્યું હતું તેમજ ભજન,  કવાલી, સૂફી સંતવાણીનુ  પણ આયોજન કરવામાં આવેલ છે,  આ કાર્યક્રમમાં આવનાર લોકોને સમસ્ત ગામ લોકો દ્વારા સ:વિશેષ આવકાર સાથે ભોજન (પ્રસાદી) પણ આપવામાં આવેલ હતી. 
આ દરગાહ વિશે લોકમુખેથી જાણવા મલેલ છે કે આ સ્થાન ૭૦૦ વર્ષ પૌરાણિક છે, આ સ્થાન પર બિરાજમાન ઔલીયા નશીરાપીર ની દફનવિધી સલેમકોટ ગામે કરેલ છે, આ સ્થાનની એક માન્યતા છે કે આ સ્થાનના ચમત્કારથી પ્રભાવિત થઈ આ ઉમરેચા ગામે કોઈપણ વ્યક્તિ દારૂનુ વ્યસન કરતાં નથી અને આ ગામે દારૂ પીને આ ગામે કોઈ આવી શકતુ નથી જો કોઈ દારૂ પીવે કે પી ને આ ગામે આવે તો તે નુકશાન તરફ ધકેલાઈ જાય છે, જેથી આ ગામ વ્યસન મુક્ત ગામ છે તેમજ આ ગામની આ દરગાહનો આ ગામના તમામ ધર્મ સમાજના લોકો હ્દય પુર્વક માને છે જેથી આ ગામે હિન્દુ મુસ્લિમ સર્વ સમાજના લોકો એકબીજાથી હળી મળીને ખભે ખભા મિલાવીને રહે છે.  આ દરગાહનો દર વર્ષે ભાદરવા મહીનામાં ચુરમાની પ્રસાદી કરવામાં આવે છે અને શ્રાવણ મહીનામાં દુધની ખીર ની પ્રસાદી કરવામાં આવે છે જે આ ગામમાં જે લોકોના ઢોર દુધ આપે છે તેઓએ તો  દિવસે આખા ગામનુ જેટલુ દુધ ઉત્પાદન થયુ હોય તે તમામ આ દરગાહમાં આપી દેવામાં આવે છે, આ દિવસે ગામનો કોઈપણ વ્યક્તિ દુધ ઘરે ચા માટે પણ રાખતાં નથી કે ડેરીમાં પણ વેચતા નથી પણ જે દુધ આવ્યું હોય તે  તમામ સાચા મનથી દરગાહમાં આપી દેવામાં આવે છે, આ ગામમાં આ ઔલીયાની સત્યતાની એક સાક્ષ છે કે આ ગામે પશુઓમાં કોઈ રોગચાળો આવતો નથી, આ સ્થાનની મન્નત માનનારા લોકોની તમામ પ્રકારની મન્નત પુરી થાય છે,  આ સ્થાન સરસ્વતી નદીના કાંઠે આવેલ છે જે ખુબજ સુંદર રમણીય સ્થાન છે,  
આ સમગ્ર કાર્યક્રમ ને સફળ બનાવવા સમસ્ત ઉમરેચા ગામના જાગીરદાર, પ્રજાપતિ, ઠાકોર સમાજ તથા ગામના તમામ સમાજ ના નામી અનામી લોકો યુવાનોએ ખુબ જ જહેમત ઉઠાવી સૌ ગ્રામજનોએ કોમી એકતાનુ ઉદાહરણ પુરૂપાડી કાર્યક્રમ ને સફળ બનાવ્યો છે.



The restoration program of historical Nasirapir Dargah, a symbol of communal unity, was successfully completed at Umrecha village.


    * Today I got a glimpse of India before the arrival of British in India at Umrecha village, at which time Hindu who? Who is a Muslim? It was difficult to know because at that time everyone was living together in peace, such communal unity was visible in Umrecha village today. - Haroon Khan Bihari-Mepda*

    Today on Sunday, 25-11-2018, an event was organized for the restoration of *Nashirapir* Dargah, a symbol of communal unity, at Dhandhar on the border of Gaekwad Palanpur of Vadgam taluka and *Umrecha* village at the edge of Vadgam taluka. Thakor, Bhikhubhai Bihari, Laxmiben Karen, Manojbhai Patel, (Patan) Dr. Jagdish Thakor, Sitaram Bapu of Palanpur Ashram, former MLA Manibhai Vaghela, delegate of Mega Taluka seat Jahiruddin Khan Bihari, Nagjibhai Nandotra (Gogna Bhuwaji), Nanosana Sarpanch, Gidasan Sarpanch and GKTS Vice President Rumoji Thakor as well as numerous Hindu-Muslim people from the surrounding villages of Umrecha have their own Amyawan. were present on time,
    On this occasion, a horse parade was performed in the village and bhajan, qawali, sufi santvani were also organized, food (prasadi) was also given to the people coming in this program with a special welcome by all the village people.
Folklore about this dargah is that this place is 700 years old, the burial place of Auliya Nashirapir has been done at this place in Salemkot village, there is a belief of this place that because of the miracle of this place no one in Umrecha village gets addicted to alcohol and this No one can come to this village after drinking alcohol in the village. If someone drinks alcohol or comes to this village after drinking, then he is pushed to harm, so this village is an addiction-free village and this dargah of this village is considered by all the religious communities of this village to be the guardian of the heart. In this village, people of all communities, Hindus and Muslims, live side by side in harmony with each other. Churma is offered to this shrine every year in the month of Bhadrava and milk pudding is offered in the month of Shravan. The people who give milk to the cows in this village, then all the milk produced by the entire village on that day is given to this dargah. During the day, no one in the village keeps milk for tea at home or sells it in the dairy, but all the milk that comes is given to the shrine with a sincere heart. It is a testimony to the truth of this auliya in this village that there is no disease in cattle in this village. All kinds of vows of people who take vows are fulfilled, this place is situated on the bank of river Saraswati which is a very beautiful place.
    To make this whole program successful, all the Jagirdars, Prajapatis, Thakor Samaj of the village, the youths of all the communities of the village have worked very hard and all the villagers have made the Purupadi program an example of communal unity.

આ દરગાહ સ્થાન ગુગલ મેપ પર જુઓ..


ફોટો"-  શાહીદખાન બિહારી- ઉમરેચા
અહેવાલ- હારૂનખાન બિહારી-મેપડા






Post a Comment

0 Comments


Contect Admin

Harunkhan Bihari :- +919909575317

Contact form

Name

Email *

Message *