બનાસકાંઠા જિલ્લાના મેહદવી મુસ્લિમ વિહારી જાગીરદાર સમાજ ના યુવાનો દ્વારા ચલાવવામાં આવતા "વિહારી યુથ ફાઉન્ડેશન " દ્વારા સમાજ ઉપયોગી વિવિધ પ્રકારની કામગીરી કરવામાં આવે છે. મુખ્યત્વે કરીને શૈક્ષણિક, આરોગ્ય લગતી, ધાર્મિક તેમજ આપાતકાલીન સમય માં સેવા આપવાનુ કામ આ સંગઠન દ્વારા કરવામાં આવે છે.
અત્યારે કોરોના ની મહામારી અખા વિશ્વ માં ચાલી રહી છે ત્યારે આ કપરી પરિસ્થિતિમાં સેવા બજાવતા પેરા મેડિકલ સ્ટાફ, ડોક્ટર મિત્રો, પોલીસ સ્ટાફ, સફાઈ કામદારો તથા અન્ય સેવા પૂરી પાડતા લોકોની કામગીરી પ્રશંસનીય છે.
તા. ૮ એપ્રિલના રોજ વિહારી યુથ ફાઉન્ડેશનના મિત્રો દ્વારા *વડગામ સિવિલ હોસ્પિટલ* ની મુલાકાત લઇને સ્ટાફ ની કામગીરી બિરદાવી તથા મુખ્ય આરોગ્ય અધિકારી શ્રી ચૌધરી સાહેબ ને મળીને PPE ( પર્સનલ પ્રોટકસન ઈકવીપમેનટ) કીટો તથા માસ્ક આરોગ્ય સ્ટાફ ને આપવામાં આવ્યા..
ખાસ આભાર વિહારી યુથ ફાઉન્ડેશન ના સલાહકાર સમિતિ ના સભ્ય *નઈમભાઇ બિહારી (શેરપુરા)* નો કે જેમને આ પીપીઈ કિટો ની અછત હોવા છતા એમના મેડીકલ ક્ષેત્ર ના મિત્રો ને આગ્રહ કરી તાત્કાલિક ઉપલબ્ધ કરાવવામાં મદદ કરી તથા આ કાર્ય માં સહકાર આપી પ્રશંસનીય કામગીરી કરી.

1 Comments
Thank you for visiting our blog and Comments.