Ad Code

પાલનપુર શહેરના ગરીબ અને જરૂરીયામંદોને વ્હારે આવ્યું અખીલ ભારતીય આંજણા (ચૌધરી) યુવા મહાસંઘઠન,બનાસકાંઠા



     અત્યારે આખા વિશ્વના 100 કરતાં વધારે દેશોમાં કોરોનાની મહામારીના ભરડામાં સપડાયેલ છે, ત્યારે આ મહામારીથી રક્ષણ મેળવવા માટે ભારત દેશ લોકડાઉન કરવાની ફરજ પડેલ ત્યારે રોજનું કમાનાર ભુખ ભાંગવા ક્યાં ટળવળે એજ મોટો પ્રશ્ન હોય છે જ્યાં અત્યારે દુકાનો,  હોટલ,  બધું જ ખાણી પીણી ના સ્થળો બંધ છે ત્યારે આવા કપરા સમયે લોકડાઉન થયેલ ત્યાર થી આજ દિવસ સુધી સુધી અખિલ ભારતીય આંજણા (ચૌધરી) યુવા મહાસંઘઠન, બનાસકાંઠા તથા રેડીયન્ટ-ઇવેન્ટ પાલનપુરથી શ્રી હિતેશભાઇ કુશ્કલ , પ્રકાશભાઇ ગુડોલ અને તમામ સાથી મિત્રો સાથે પાલનપુર સીવિલ હોસ્પિટલમાં અને પાલનપુર શહેર વિસ્તારમાં ગરીબ કુટુંબીજનો ને લગ્ન પ્રસંગોમાં હોય તેવું મીષ્ઠાન સાથેનું ભોજન પુરૂ પાડી રહ્યા છે. જે સંકટમાં આવા સત્કર્મ કરતી ચૌધરી યુવા સંગઠનની કામગીરી ઘણી સરાહનીય કામગીરી કરે છે. જ્યાં આ સમય દરમિયાન આ સરાહનીય કામગીરી ને બિરદાવવા બનાસકાંઠા ના મહાનુભવો જેમાં બનાસકાંઠા ના સંસદ સભ્ય શ્રી પરબતભાઈ પટેલ,  બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી, બનાસકાંઠા જિલ્લાના પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી લક્ષમીબેન કરેણ , બનાસકાંઠા જીલ્લા પોલીસ વડા શ્રી તરુણકુમાર દુગ્ગલ સાહેબ,  કે. જે. પટેલ (એસીબી.પી.આઈ)-બનાસકાંઠા, હાર્દિક સિંહ પરમાર (એલ. સી. બી. પીઆઈ), અજય ચૌધરી(દાંતીવાડા પી. એસ. આઈ), નયનસીંહ પરમાર (એસ. ઓ. જી. પીએસઆઈ) અને બી.એમ.ચૌધરી(ડી.વાય.એસ.પી-મડાણા)  પણ હાજરી આપી ચૂક્યાં છે. આ સિવાય અગણિત સમાજના આગેવાનો, મહાનુભાવો એ આ કામગીરીને બિરદાવી રહ્યાં છે.


અહેવાલ :- દિપક જેગોડા - મેમદપુર

Post a Comment

3 Comments


Contect Admin

Harunkhan Bihari :- +919909575317

Contact form

Name

Email *

Message *