ધાણધાર પંથકની સરસ્વતી નદી કાંઠે વસેલા ડાલવાણા ગામના વતની શ્રી બિહારી અમીનખાન મોટામીયાં દ્વારા સ્વરચિત.
ધાણધાર ની ધરતી વિવિધ કળા અને સંસ્ક્રુતિઓ ની ધરા છે આ ધરતી ના વડગામ તાલુકાના ડાલવાણા ગામના વતની એવા બિહારી અમીનખાન મોટામીયાં સાહિત્ય ક્ષેત્રે ખુબા જ સારૂ યોગદાન આપી રહ્યા છે જે આપણી ધરતીનનુ ગૌરવ સમાન રત્ન છે . જેઓ ગુજરાતી, હિંદી ભાષામાં મો કવિતાઓ, ગઝલ ખુબજ સારા પ્રમાણ મો રચેલ છે તેઓ સાહિત્યક્ષેત્રે સારુ યોગદાન આપે છે આપણા સાહિત્ય ને જાળવી રાખવાનો પ્રયત્ન કરે છે તે બદલ તેમનોનો ધાણધાર ટીમ વતી થી ખુબ ખુબ અભિનંદન .... .......
ટુંક સમય મો વધુ કવિતાઓ મેળવીને મુકવામો આવશે,
{વડગામ તાલુકા ના ડાલવાણા ગામના વતની શ્રી બિહારી અમીનખાન મોટામીયાં દ્વારા સ્વરચિત કવિતાઓ આ બ્લોગ પર મુકવામો આવશે.}
(૧) આશા
અમાસ ની કાળી અંધારી રાતને પણ સૂર્યના સોનેરી કિરણોની હોય છે આશા .....
વાદળ માં છુપાયલા ચાંદને પણ હોય છે ચમકવાની આશા ......
મધ દરિયે ડોલતા જહાજને પણ હોય છે કિનારે પહાંચવાની આશા....
દરિદ્રતા માં ડૂબેલા માણસ ને પણ હોય છે સુખ માં રાચવાની આશા......
બાળક ને આંગળી પકડી ચાલતા શિખવાડતા મા બાપ ને પણ હોય છે ઘડપણ ના સહારા ની આશા.....
ડુબતા માણસ ને નાના તણખલા ને પણ મોટું લાકડું દેખાડનારી તુજ હે આશા.....
ભગવાન ને કોઇ દી જોયા નથી પણ પથ્થર માં પ્રાણ પુરનારી તુજ છે આશા .......
જગતમાં સર્વ ના દીલ માં કોઇક ખુણે પથરાયલી તુજ છે આશા .......
મોત ક્દાપી જેને આવવાનું નથી એવી જગતમાં અમર તુજ છે આશા......
(૨) હરદમ
નેક રાહ પર ચલતા રહે હરદમ !
નેક કામ કરતા રહે હરદમ !
ખુદા સે ડરતા રહે હરદમ !
બુરાઈ યાં સે બચતા રહે હરદમ !
મસીહા બનકર મદદ કરતા રહે હરદમ !
સત્કર્મ સે જીન્દગી કો સજાતા રહે હરદમ !
આખેરત બન જાયગી તેરી !
જન્નત મેં હોગા મકામ તેરા !
ભલાઈ કર ઐ આદમ !
રહે જહાં મે જહાં સુધી હરદમ !
(૩) ઇશ્વર તને જોયો છૅ
ઘરડા મા બાપના ની સેવા કરતા શ્રવણ જેવા દિકરા માં તને જોયો છે !
ભાઈ ના હાથે રાખડી બાંધતી બહેન ની પ્રેમ ભરી આંખો માં તને જોયો છે!
નાનકડા શિશુ ને લાડ લડાવી દૂધ પાતી મા ની મમતા માં તને જોયો છે !
પોતાનું કમાયેલું ધન ગરીબો ને દાન કરતા દાનેક્ષ્વરી માં તને જોયો છે !
શિક્ષણ સંસ્કાર સતકર્મ ના પાઠ ભણાવનારા એક શીક્ષક માં તને જોયો છે !
દેશ ની રક્ષા માટે સરહદ ઉપર દીવાર બની ને ઉભેલા એક સૈનિક માં તને જોયો છે !
અસહય દર્દ થી પિડાતા દર્દી ની પીડામાં રાહત આપનાર ડૉક્ટર માં તને જોયો છે !
ઝાડ ની ડાળી ઉપર બેસી પર્ભુ તુ પર્ભુ તુ નું રટણ કરતા નાનકડા પક્ષી માં તને જોયો છે !
તને કયાં શોધવાની જરૂર છે હે ઈશ્વર હરેક આત્મા માં હે પરમાત્મા મેં તને જોયો છે!
(૪) હસતે હસતે...
જીન્દગી કે હર દર્દ કો સહા હૈ,
મૈને હસતે હસતે.
કહી ધૂપ કહી છાંવ દેખી હૈ જીવન કે સફર મેં
મગર ધૈર્ય સે જીતે રહે હસતે હસતે
બહોત સે તુફાન ટકરાયે જીવન કી કસ્તીસે,
ના ખુદા બનકર કિનારે લગાયા હસતે હસતે.
મુશ્કેલી મે ગીરા થા ચારો તરફસે.
હલ હર મુશ્કેલી કા નિકાલા હસતે હસતે.
આંધીયાં બહોત સી આઇ જીન્દગી મેં.
પરબત કી તરાહ ખડે રહે હસતે હસતે.
મૌત કો બહોત હી કરીબ સે દેખા હૈ મૈને,
પર હાંસલા જીનેકા રખા હસતે હસતે.
અકેલાપન મહેસુસ નહી હોને દીયા જીવન સાથીને.
સુખ-દુ:ખ મેં સાથ દીયા હસતે હસતે.
ના ડર હૈ દુ:ખ કા ના દર્દ કા ના તકલીફ કા.
સબકુછ જેલા હૈ જીન્દગી મેં હસતે હસતે.
અબ અગર મૌત ભી આ જાયે તો કોઇ ગમ નહી "અમીન"
ગલે ઉસે ભી લગાયેંગે હસતે હસતે.
(૫) कोरोना के कहर मे लोक्डाऊन का नज़ारा इन आंखो ने देखा हे !
कोरोना के कहर मे लोक्डाऊन का नज़ारा इन आंखो ने देखा हे !
स्पेन इटली और अमेरिका जेसे सुपर पावर को भी
गुटने टेकते हुए इन आंखो ने देखा हे !
जहा भीड लगी रह्ती थी लाखो लोगो की उस जगह
जंगली जानवरो को आराम टहल्टे हुए इन आँखों ने देखा है !
बेबस और बेकसुर मजदूरों की बेबसी का नजारा भी इन आंखो ने देखा हे !
अपाहिज भाई को अपने कंधे पर बिठाकर तपती हुई धुप मे मिलो तक चलते हुए भाई की मोहब्बत का नजारा भी इन आंखो ने देखा हे !
सर पर समान का बोज उठाकर अपने छोटे बच्चों को साथ लेकर धूप मे मिलो तक चलती हुई मा की मर्दानगी का नजारा भी इन आंखो ने देखा है !
हिन्दुस्तानी यो की सेवा भाव और मदद करने का दरियादिल्ली का नजारा भी इन आंखो ने देखा हे!
पुलिस डॉक्टर और सफाई कर्मी ओ की रात-दिन फर्ज बजाने ओर योध्दाओ की तरह लड़ते हुये भी इन आंखो ने देखा हे !
प्रधानमंत्री के आदेश को सिरोमाण्य समज कर थालिया बजाते और दिपक जलाने का नजारा भी इन आंखो ने देखा हे !
कोरोना से देश को बचाने के लिये हिन्दूस्तानीयो का
धर्य और धीरज के साथ घरों मे बन्द रहने का नजारा भी इन आंखो ने देखा है!
दिसटेसेन सावधानी ओर सतर्कता से खुद को भी कोरोना से बचाना है!
ओर पुरे हिन्दूस्तान को भी कोरोना से बचाना है!
(૬) સુકી સરીતા
સુકી સરસ્વતિ ના તીરે ઉભો !
હું કંઈક તો જાણું !
રણ સમાન બની ગયેલી સરિતાને!
વિતેલા સમયને યાદ કરતો નજર સામે !
એક પુરાણું સ્વપ્ન મંડાણું !
નદીમાં નાહતા અબુલો ઢબુલો રમતા !
રસભરી શેરડી ખાતા ગોળ પાતળો ખાતા !
એ સર્વને યાદ કરતો જાણે બાળપણ !
મારી સામે દેખાણૂ!
સરસ્વતિ ને સજીવન કરવાની અમે !
ઘણી ઘણી વાતો સાંભળી!
હૈયુ અમારૂ ઘણુ જ હરખાણું !
સમય જતા એ પણ અમને સમજાણું !
એ હતુ ચુંટણીનું ટાણું !
એક જ અમારી આશા એક જ અમારો અવાજ !
સરસ્વતિ સજીવન કરાય તો !
એ અમારા માટે એજ મોટું નજરાણું !
0 Comments
Thank you for visiting our blog and Comments.