ગુજરાતમાં બનાસકાંઠા નું નામ કરતો એસ આર પી જવાન...
બનાસકાંઠામાં અવ્વલ નંબર લાવતા એસઆરપી જવાન હિમ્મતસિંહ રાજપૂત..
મડાણા (ડા) ના એસઆરપી જવાનને ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ ડીજીપી મેડલ એનાયત કરાયો ...
મડાણા ખાતે એસ આર પી માં ફરજ બજાવતા હિમ્મત સિંહ રાજપૂતને રાજ્યના ડી જી પી દ્વારા ડીજીપી મેડલ અને પ્રસંશાપત્ર એનાયત કરાયું...
કોરોના વાયરસની મહામારીમાં તેમજ મહત્વના આંદોલનો કાયદો વ્યવસ્થા માટે પોલીસ તંત્ર અને એસ આર પી હંમેશા ખડેપગે રહે છે અને તેમનું મનોબળ વધારવા રાજ્યના પોલિશ વડા શિવાનંદ ઝા દ્વારા એક નવો ડીજીપી મેડલ તથા પ્રશંસાપત્ર આપવાની પહેલ કરવામાં આવી છે જેમાં એસઆરપી , પોલીસ વિભાગમાંથી ઉમદા કામગીરી કરનાર તમામ વર્ગના પોલીસ અધિકારીઓને આ ખાસ ડીજીપી ચંદ્રક અને મેડલ , પ્રશંસાપત્ર આવવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે રાજ્ય અનામત દળ જૂથ 3 મડાંણા (ડા)ખાતે આવેલ એસ આર પી કેમ્પ માં છેલ્લા 10 વર્ષથી ફરજ બજાવતા વડગામ તાલુકાના ધોતા (લક્ષ્મીપુરા )ગામના રહેવાસી હિમ્મતસિંહ પ્રતાપસિંહ રાજપૂત ને ગુજરાત રાજ્ય ના પોલીસ વડા શિવાનંદ ઝા પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી શ્રી ગુજરાત ગાંધીનગર દ્વારા હિમ્મતસિંહ ને પોલીસ સેવામાં શ્રેષ્ઠ યોગદાન અને સારી કામગીરી બદલ ગુજરાત રાજ્યના ડીજીપી શિવાનંદ ઝા દ્વારા ડીજીપી મેડલ તથા પ્રશંસાપત્ર એનાયત કરવામાં આવ્યું હતું એ બનાસ વાસીઓ માટે ખૂબ ગૌરવ ની બાબત છે બનાસકાંઠા નું નામ રોશન કરતા હિંમતસિંહ રાજપૂતે બનાસકાંઠાના વડગામ તાલુકાનું ગામ સમગ્ર ગુજરાતમાં ગુંજતું કર્યું છે જેને લઇને મડાણા એસ.આર.પી.કેમ્પ અને બનાસકાંઠા માટે એક ગૌરવની વાત છે કે આપણા જવાનો હજુ પણ દેશ સેવા માટે પોતાનું યોગદાન આપવા માટે પીછેહઠ કરવા માંગતા નથી એ હિંમતસિંહ રાજપુતનું એક શ્રેષ્ઠ ઉદાહરણ છે...
0 Comments
Thank you for visiting our blog and Comments.