વડગામ પોલીસ દ્વારા બેંકના એટી એમ બદલીને છેતરપિંડી કરનાર રીઢા ગુનેગારને રકમ ₹3,33,825નો મુદ્દામાલ રિકવર કરી ૨૭ થી વધુ ગુના ઉકેલી ગણતરીના દિવસોમાં આરોપીને પકડી પાડતી વડગામ પોલીસ
તારીખ 10 5 2024 ના રોજ વડગામ ખાતે આવેલા બેંક ઓફ બરોડાના એટીએમ માં ફરિયાદી ઘેમરપુરી શંભુપુરી ગૌસ્વામી પૈસા ઉપાડવા ગયેલા ત્યારે એટીએમમાં હાજર અજાણ્યા ઇસમે પૈસા ઉપાડવામાં મદદ કરવાના બહાને ફરિયાદીના એટીએમ કાર્ડનો પાસવર્ડ જાણી લઈ તેમનું એટીએમ બદલી નાખી ફરિયાદીના ખાતામાંથી 52,749 ઉપાડી લઈ છેતરપિંડી કરતા વડગામ પોલીસ સ્ટેશન અજાણ્યા સામે ગુનો નોંધવામાં આવેલો
આ અનુસંધાને વડગામ પીએસઆઇ શ્રી એન વી રહેવર પોલીસ ઇન્સ્પેક્ટર વડગામ દ્વારા ગુના શોધી કાઢવા માટે હેડ કોન્સ્ટેબલ યાજ્ઞિક કુમાર તથા હેડ કોન્સ્ટેબલ ચેન સિંહ દ્વારા અલગ અલગ ટીમોનો ગઠન કરી કરી હતી અને જે ટીમો એ ટેકનિકલ એનાલિસિસ તથા હ્યુમન સોસીસ દ્વારા તપાસ હાથ ધરતો વડગામ તેમજ પાલનપુરના 100 થી વધારે સીસીટીવી કેમેરા ચેક કરી એટીએમ કાર્ડ બદલી કરનાર બાબતે મહત્વની માહિતી એકત્રિત કરવામાં આવી હતી તેને આધારે ઉપરોક્ત ઈસમ મોહમ્મદ સોહીલ લાલ મહમદ મેમણ મુસલમાન રહે અમદાવાદ જુહાપુરા તથા ફતેવાડી સરખેજ મૂળ રહે પોશીના મેન બજાર વાણીયા શેરી પેટા સાપરા તાલુકો પોશીના જિલ્લો સાબરકાંઠા ની ઝડપી લેવામાં આવ્યો હતો
ઝડપાયેલા ઈસમ પાસેથી તપાસ કરતો અલગ અલગ વ્યક્તિઓના અલગ અલગ બેંકોના 209 થી વધારે એટીએમ કાર્ડ મળી આવતા તેને તપાસથી કબજે લેવામાં આવેલ છે
આ આરોપી 5,56,400 છેતરપિંડી કરી મેળવેલ હોવાનું તથા મોટાભાગની રકમ પોતાના સગાના બેંક ખાતામાં ટ્રાન્સફર કરાવેલ હોય તેમ ના તથા 209 એટીએમ કાર્ડ સંબંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે
પકડાયેલ ઈસમ
,...................
મોહમદ સોહીલ લાલ મોહમ્મદ મેમણ મુસલમાન રહી અમદાવાદ જુહાપુરા ત્રણ બત્તી સ્ટેન્ડ નુરી મસ્જિદની બાજુમાં અલફલા સોસાયટી મકાન નંબર 204 તેમજ અમદાવાદ કોહિનૂર ફ્લેટ નંબર 701 ફતેવાડી સરખેજ મૂળ રહે પોશીના મેન બજાર વાણીયા શેરી પેટા સાપરા તાલુકો પોશીના જીલ્લો સાબરકાંઠા
કબજે કરેલ મુદ્દામાલ
..............................
અલગ અલગ બેંકના 209 એટીએમ
(૧)એસબીઆઇ બેન્ક 47
(૨)બેન્ક ઓફ ઇન્ડિયા 18
(૩)યુનાઇટેડ બેંક 15
(૪)આઈ સી આઈ સી 20
(૫)એચડીએફસી 14
(૬)બનાસ બેંક 09
(૭)બેંક ઓફ બરોડા 21
(૮)એક્સિસ 12
(૯)કોટક 08
(૧૦)તેમજ અલગ અલગ બેંકોના 54
(૧૧)મારુતિ સુઝુકી વેગેનાર GJ07BN 0821કિંમત રૂપિયા એક લાખ
(૧૨)રોયલ એનફિલ્ડ બુલેટGJ01VZ1786 નંગ એક કિંમત એક લાખ
(૩)સુઝુકી કંપનીનું બર્ગન મોટર સાયકલGJ1H6786 નંગ 1 કિંમત 1,00,000 તથા રોકડ 18000
(૪)ડી માર્ટ પાલનપુર થી ખરીદેલ વસ્તુઓ 25 કેજી ચોખા બે નંબર એક કિંમત 3900
(૫)ડી માર્ટ પાલનપુર થી ખરીદેલ 15 કિલો તેલનો ડબ્બો એક રૂપિયા 1925
(૬)માવેલ જ્વેલર્સ અમદાવાદ થી ખરીદેલ સોનાની ચેન વજન 20.710 ગ્રામ કિંમત 1,20,843 બિલ નંગ એક
(૭)સોનાની બાલી વજન 4.340 ગ્રામ કિંમત 26,911 નું એક બિલ
(૮)વિજય સેલ્સ અમદાવાદ ખરીદીલ વિવો કંપનીનો મોબાઇલ 10,313 રૂપિયા બિલ એક
(૯)વિજય સેલ્સ અમદાવાદ વોલ્ટાસ એસી કિંમત 33,390 બિલ 1
(૧૦)મુથૂટ ફાઇનાન્સ અમદાવાદ મેળવેલ ગોલ્ડ લોન 1,30,550 ની રીસીપ
પરિવારોને કરાવેલ વિદેશની (૧૧)ટુર રીસીપ્ટ 5
(૧૨)બેંકમાં કેસ રૂપિયા જમા કરાવેલ પાસબુક નંગ 3
(૧૩)ઓપો કંપની નો મોબાઇલ એક કિંમત રૂપિયા 10,000
(૧૪)અલગ અલગ બેન્કની ચેકબુક નંગ 2
(૧૫)સંદેશ દૈનિક ન્યૂઝ પેપર પ્રેસ રિપોર્ટર કાર્ડ એક
કુલ મુદ્દા માલ ₹3,33,825 કબજે કરેલ
શોધી કાઢેલ ગુનાઓ
............................
વડગામ, દોતા, છાપી, પાલનપુર સીટી પૂર્વ ,પાલનપુર સીટી પશ્ચિમ ,માં નોંધાયેલા અલગ અલગ ગુના.
આચરેલા ગુનાઓ...
.............................
(૧) પાટણ એ એસ.બી. આઇ એટીએમ થી એટી એમ બદલી અને રકમ ઉપાડી 10,000
(૨)દોતીવાડા એસબીઆઇ 16,500
(૩)ડીસા બનાસ બેંક 3200
(૪)વાવ બનાસ બેંક 9,000
(૫)છાપી બનાસ બેંક 3,000
(૬)વડગામ બનાસ બેંક 28000
(૭)અમદાવાદ કોટક મહિન્દ્રા 50,000
(૮)સિધ્ધપુર આઈ ડી બી આઈ 9000
(૯)વિજાપુર એસબીઆઈ 3100
(૧૦)ઊંઝા એસબીઆઇ 2000
(૧૧)વડનગર એસ બી આઈ 10,000
(૧૨)સિધ્ધપુર એસ બી આઈ 2300
(૧૩)કાણોદર એસબીઆઈ 40000
(૧૪)રતનપુર મેરવાડા એસ બી આઈ 2000
(૧૫)મહેસાણા એ એસ બી આઈ 2,21,000
(૧૬)માણસા એસબીઆઇ 500
(૧૭)સિધ્ધપુર બેંક ઓફ બરોડા 1000
(૧૮)સિધ્ધપુર યુનિયન 55000
(૧૯)જલોત્રા તેમજ વડગામમાં અલગ અલગ 80000
અન્ય જગ્યાએ થી જેમાં
.................................... ભાભર ,ડીસા ,વાવ ,પાલનપુર, ઊંઝા ,વડગામ, ખેરાલુ ,દોતા સિધ્ધપુર, રાધનપુર ,ચાણસ્મા ,પાટણ, વડનગર ,ગાંધીનગર ,વગેરે થી કાર્ડ બદલી એને રકમ ઉપાડેલ છે
ગુનાહિત ઇતિહાસ
............................
થરાદ ,હિંમતનગર ડિવિઝન, ખેડબ્રહ્મા ,વડાલી, વગેરે વિસ્તારોમાં અલગ અલગ ગુનાઓ અલગ અલગ કલમો દ્વારા પ્રવૃત્તિઓમાં સંડાવેલ છે
તપાસ કરનાર અધિકારી તથા કર્મચારી
......................................
(1) શ્રી એન વી રહેવર વડગામ પોલીસ સબ ઇન્સ્પેક્ટર
(2) શ્રી યાજ્ઞિક કુમાર હેડ. કો. વડગામ
(3) શ્રી ચેનસિંહ બી. હેડ કો. વડગામ
(4) શ્રી કરમસિહ એમ એ.એસ.આઇ વડગામ
(5) શ્રી કરણસિંહ આર પો. કો. વડગામ
(6) શ્રી સંજય કુમાર એલ પો. કો. વડગામ
(7) શ્રી હેમંતકુમાર એ પો. કો.વડગામ
(8) શ્રી વિજય કુમાર બી. હેડ કો.વડગામ
(9) શ્રીગજેન્દ્રકુમાર એન ડ્રાઇવર વડગામ પોલીસ સ્ટેશન
0 Comments
Thank you for visiting our blog and Comments.