બુદ્ધ પૂર્ણિમા એટલે શું ?
વૈશાખ મહિનાની પૂર્ણિમાને બુધ્ધ પૂર્ણિમાના (Buddha Purnima) નામે ઓળખવામાં આવે છે. આ પૂર્ણિમાનું બૌદ્ધ ધર્મમાં ખૂબ જ વિશેષ મહત્વ રહેલું છે. વૈશાખની પૂર્ણિમાને ગૌતમ બુદ્ધના જન્મ, જ્ઞાનપ્રાપ્તિ અને મૃત્યુનું પ્રતિક માનવામાં આવે છે. આથી બૌદ્ધ અનુયાયીઓમાં આ તિથિનું ખૂબ જ મહત્વ રહેલું છે. આગામી 23 તારીખે બુદ્ધ પૂર્ણિમા ઉજવવામાં આવશે.
બુદ્ધ પૂર્ણિમા સાંસ્કૃતિક એકતામાં વધારો કરે છે, તે ભગવાન બુદ્ધના જીવનની સ્મૃતિમાં મનાવવામાં આવે છે. ભગવાન બુદ્ધને ઐતિહાસિક પુરુષ માનવામાં આવે છે અને વિશ્વ પર તેમાં ઉપદેશોએ મહત્વપૂર્ણ પ્રભાવ પાડ્યો છે. આ દિવસ બૌદ્ધો માટે ભગવાન બુદ્ધના ઉપદેશની વર્તમાન સમયમાં રહેલી પ્રાસંગિકતા પર વિચાર કરવાનો અવસર છે.
આ દિવસને ‘ત્રણ વખતનો ધન્ય તહેવાર’ કહેવામાં આવે છે, કારણ કે આજના દિવસે ત્રણ મહત્વપૂર્ણ બાબતો ભગવાન બુદ્ધના જન્મ, તેમની જ્ઞાનપ્રાપ્તિ અને તેમના નિર્વાણનો ત્રિવેણી સંગમ થાય છે.
0 Comments
Thank you for visiting our blog and Comments.