આજ રોજ વડગામ તાલુકાના મેપડા ગામે પાલનપુર વિસ્તારના તમામ જાગીરદારો (બિહારી, પઠાણ,ઘોરી) કબીલાના ના ઉત્થાન માટે શિક્ષણ અને આરોગ્ય હેતુ સમાજને ઉપયોગી થવાના ઉદ્દેશ સાથે આજ રોજ પ્રથમ સાધારણ સભા મેપડા મુકામે રાખમામા આવી હતી જે અભૂતપૂર્વ ઐતિહાસિક સભા રહી હતી આ સભા મા સમાજના છેવાડા વિસ્તારના ખુબ જ મોટી સંખ્યામા લોકો ઉપસ્થિત રહ્યા હતા અને સ્વ્તંત્ર રીતે સમાજ ના હિતાર્થે પોતાનો અભિપ્રાય રજુ કર્યો હતો. આ સમાજ ની પ્રથમ સભામાં પ્રથમવાર ઐતિહાસિક સભા રહી હતી, આ સંગઠન ને આઝાદ ફાઉન્ડેશન નૂ નામ આપી આઝાદ ફાઉન્ડેશનની મળેલી સાધારણ સભા નો કામગીરી અંગે નો અહેવાલ તૈયાર કરવામાં આવેલ તે નીચે મુજબ ક્રમશ જણાવેલ છે.
(૧) દરેક ગામમાંથી ઉમરાદીઠ એક થી લઈ ને 25 ઉમરા સુધી એક પ્રતિનિધિ અને તેની ઉપર હોય તો ગામ દીઠ બે પ્રતિનિધિ આપવા તેવું નક્કી કરવામાં આવ્યું.
(૨) આજ રોજ આઝાદ ફાઉન્ડેશનની મળેલી સાધારણ સભામાં સભ્ય દીઠ સો રૂપિયા એક વર્ષ માટે આપવા તે નક્કી કરવામાં આવ્યું.
(૩) આજરોજ આઝાદ ફાઉન્ડેશનની મળેલી સાધારણ સભામાં સમાજના દરેક ગામનો પ્રતિનિધિ ગામના લોકો નક્કી કરીને આપે તેવું નક્કી કરવામાં આવ્યું..
(૪) પ્રતિનિધિઓ નક્કી થયા પછી કારોબારીની રચના કરવામાં આવશે અને દરેક ગામના પ્રતિનિધિઓ પોતાના ગામની આપણા સમાજના લોકોની દરેક વ્યક્તિની માહિતી એકઠી કરી આપશે.. તેના આધારે આપણા સમાજનો પૂરો ડેટા તૈયાર કરવામાં અનુકૂળતા રહેશે.
(૫) આજરોજ આઝાદ ફાઉન્ડેશનની મળેલી સાધારણ સભામાં આપણા સમાજ માટે શૈક્ષણિક અને આરોગ્ય લક્ષી શું કાર્યો કરી શકાય તેની ચર્ચા કરવામાં આવી.
(૬) આજરોજ આઝાદ ફાઉન્ડેશનની મળેલી સાધારણ સભામાં કારોબારીની રચના થયા પછી આઝાદ ફાઉન્ડેશનનું રજીસ્ટ્રેશન કરાવવું અને તે અંગેની ઘટતી પૂરી કાર્યવાહી કરવી તે નક્કી કરવામાં આવ્યું.
આ કાર્યક્રમ ની અલ્લહદિય દાવત મુશરફખાન દ્વાર આપવામાં આવેલી તેઓને આઝાદ ફાઉન્ડેશન દ્વારા શાલ ઓઢાડી સન્માન કરવામાં આવેલ તે બાદ તેઓ દ્વારા સભા માં આવેલ સમાજના લોકો નું આભાર વ્યક્ત કરી આં ઐતિહાસિક સમાજની સભાની સફળ જાહેર કરી સભા પૂર્ણ કરેલ.
0 Comments
Thank you for visiting our blog and Comments.