ચિત્રોડા તાલુકા ની ઐતિહાસિક માહિતી તેમજ પોલીસ ખાતાના પત્રો આમ અપડેટ કરવામાં આવશે જેથી બ્લોગ સક્રાઇબ કરી જોડાયેલા રહેશો.
આજનું વડગામ તાલુકા મથક છે તે સને ૧૯૦૦ માં ચિત્રોડા ગામે તાલુકા મથક હતું ત્યારે ચોર લૂંટારો થી રાજ્ય ની પ્રજાને સલામત રાખવા માટે પાલનપુર ના રાજવી દ્વારા સુચના સાથે જવાબદારી આપેલી કે તમને જે વિસ્તાર દેખ રેખ માટે આપેલ છે તેને સંભાળવાની જવાબદારી તમારી રહેશે અને તેમાં કઈ પણ ચૂક આવશે તો પણ તેની જવાબદારી ગણવામાં આવશે. તેવું સુદ્રત વહીવટ તે સમય દરમિયાન હતું.
અહીં વિવિધ પત્રો ના સંગ્રહ મારી પાસે ઉપલબ્ધ છે તેનું વાંચન થાય તેવું ભાષાંતર મારા દ્વારા કરવામાં આવેલ છે જે તમો જોઈ શકો છો. વધુ પત્રો સમય મળતો મૂકવામાં આવશે જે માટે બ્લોગ સાથે જોડાયેલ રહેશો
પત્ર ની નકલ:-
આજનું વડગામ તાલુકા મથક છે તે સને ૧૯૦૦ માં ચિત્રોડા ગામે તાલુકા મથક હતું ત્યારે પાલનપુર સ્ટેટ ના દિવાન મહાખાન શેરમહમદખાનજી સાહેબ ને આ પંથક માં ચોરીઓ થતી હોવાની જાણકારી મળેલ તે બાબતે તેઓએ મેપડા ગામના પાલનપુર સ્ટેટના લશ્કર માં ફરજ બજાવતા ઠાકોર સાહેબશ્રી મુરાદખાનજી ને જણાવ્યું છે કે "આપની હદ ની લગતી પર હદ વિગેરે ના લોકો આ હદ માં ચોરીઓ વગેરે કરે નહીં તેવી પાકો બંધોબસ્ત રાખવા હેતુસર કોદરામ થી વાસણા સુધી ની હદ તમોને સોંપવામાં આવે છે અને તમારા તાબામોની સોંપવામાં આવે છે ખાશ તે તમોએ વગેરે એ રાત દિવસ તમોને સોંપેલ હદ ની અંદર દેખ રેખ રાખવી, મતલબ તે હદ માં થી હરામખોરો આવવાની બાબત પૂરી થઈ શકે નહીં તેવી સચોટ બંદોબસ્ત રાખવો અગર જો તેમાં......આવશે અને તમારી હદ માંથી ચોર આવવાની હદ માં ચોરીઓ થઈ તેમાં પગલા તમારી હદ માંથી માલૂમ પડશે તો તમારી જવાબદારી રહશે.
તમારા નીચે રહેનારા સવારો
૧)હરદેવાસના વિહારી નસરતાખાનજી તથા બજિતખનજી મેરણ
૨) ભૂખલે થી શેરોની બાજીતાખંજી
૩) બદરપરે થી બિહારી અમરતખાનજી

ચિત્રોડા પોલીસ લગતા પત્રો અને ઐતિહાસીકે વિગતો સમય મળતો આમાં આપડે કરવામાં આવશે જે પેજ સસ્ક્રાઈબ કરો જેથી લેટેસ્ટ અપડેટ મળી રહેશે.
ગામ વાઈઝ ગામ ના પોલીસ માં ચોકિયાત તરીકે રહેતા લોકો ની યાદી જે.
0 Comments
Thank you for visiting our blog and Comments.